________________
મહાયુદ્ધ ચાલું.
(૭૧) સાંપ્રતકાળે કર્ણના રથને બે ચકે પૃથ્વીમાં નિમગ્ન કરી અર્જુનને સહાયતા કરી હતી. હવે તમે પ્રાત:કાળે પરિવાર સહિત દુર્યોધનને મારી યુદ્ધ સમુદ્રના પારને પામશે. અમો આપની આજ્ઞા લઈ સ્વસ્થાને જઈએ છીએ.
નાગોનાં આ વચન સાંભળી ધર્મરાજાએ તેમને સત્કાર કર્યો હતે, પછી તેઓ પિતાને સ્થાને ચાલ્યા ગયા હતા.
તેજ રાત્રે કર્ણના શેકથી વિહલ બની ગયેલા દુર્યોધનને અશ્વત્થામાએ આવી કેટલાએક ધીરજનાં વચને કહી તેનામાં નવીન યુધ્ધત્સાહ ઉત્પન્ન કર્યો હતે. જેથી દુર્યોધન પ્રાત:કાળે યુદ્ધ કરવાની ત્વરા કરતે અને નવી નવી વિજયની આશા બાંધતે આખી રાત જાગ્રત રહ્યો હતે. .
આજે ભારતના મહાયુદ્ધને છેલો દિવસ છે. અઢારમાં દિવસને પ્રાતઃકાળ યુધરૂપ યજ્ઞની પૂર્ણાહૂતિને માટે પ્રકાશિત થયે છે. પાંડ અને કરવાની અવશિષ્ટ સેના પોતાના પ્રાણનું છેલ્લું બલિદાન આપવાને કુરુક્ષેત્રમાં આવી છે. રણભૂમિ રણવાદ્યોથી ગાજી રહી છે, અને ચારે તરફ શૂરવીરેના સિંહનાદ થઈ રહ્યા છે.
કરવપતિ દુર્યોધન શલ્યના આધિપત્ય નીચે પિતાની સેનાને રાખી યુધભૂમિમાં આવ્યું હતું. આ તરફ પાંડ પણ પોતાની સેનારૂપ સરિતાને કુરુક્ષેત્રરૂપ સમુદ્રમાં વહન કરાવતા હતા. શ્રીકૃષ્ણની ઉશ્કેરણીથી ધર્મરાજાએ સાયર