________________
જેને મહાભારત. આ રાત્રે દુર્યોધનની આજ્ઞાથી સંશતક નામે ત્રિગર્ત. દેશને રાજા અર્જુનની પાસે આવી આ પ્રમાણે બે –
વીર અર્જુન ! તું મહાવીર છે, તે છતાં જોઈએ તેવું તારું પરાક્રમ રણભૂમિમાં કેમ દેખાતું નથી ? તારૂં અતુલ ભુજાબળ શૂરવીર પુરૂના જોવામાં આવું નથી. માટે જો તું ખાસ યુદ્ધભૂમિની બહાર જુદે યુધ્ધ કરે તે તારૂં સામર્થ્ય દેખાઈ આવે. માટે આવતી કાલે પ્રભાતે કુરૂક્ષેત્રની ભૂમિથી બીજે ઠેકાણે આવી અમારી સાથે યુધ્ધ કરે તે અમે તને જાણીએ કે “તું મહાપરાક્રમી ધે છે ખરે.” આ સંશતકનાં આવાં વચન સાંભળી અને ખુશી થઈને બે -“શ્વરે! જે તમારી એવી ઈચ્છા હોય તો હું કુરૂક્ષેત્રની ભૂમિની બહાર તમારી સાથે યુદ્ધ કરવા આવીશ. તમે મને ગમે ત્યાં બેલાવશે તે પણ વીરેના પ્રાણનું આસ્વાદન કરવાને તૃષિત એવા મારા પ્રાણ તમારા અને કૈરાના રક્તરૂપ મદાનું પાન કરી તૃપ્ત થવાને સમર્થ થશે.”
અર્જુનની આ વાણી સાંભળી સંશતક ઉમંગથી દુર્યોધન પાસે દોડતું આવ્યું અને તેણે તે વાત દુર્યોધનને જણાવી, જે સાંભળી દુર્યોધન ખુશી થયે હતે.
બીજે દિવસે એટલે બારમે દિવસે પ્રાત:કાળે યુદ્ધને આરંભ થયે. દ્રોણાચાર્યે દુર્યોધન પાસે પ્રતિજ્ઞા કરી હતી કે, “હું યુધિષ્ઠિરને પકડી તને અર્પણ કરીશ.” આ પ્રતિજ્ઞાથી શંકા પામેલા અને ધૃષ્ટદ્યુમ્ન, ભીમસેન અને નકુળ વગેરેને