________________
પ્રસ્તાવના.
जनायुर्जलमादाय निशादिनघटीचयैः । अर्कै दुधुयौं कालारघट्टं भ्रमयतः सदा ॥ १ ॥ श्री प्रद्युम्नाचार्य.
“ સૂર્ય ચંદ્ર રૂપી બળદે રાત્રિ દિવસ રૂપ ઘડાઓના સમૂહથી લોકાનું આયુષ્ય રૂપ જળ લઈ કાળરૂપી અરટ્ટ ( રેંટ ) તે સદા કાળ ફેરવ્યા કરે છે.'
આ સુખાધક પદ્યના વિચાર કરતાં જણાશે કે ‘ આ જગત્ અનિત્ય છે.’આવા અનિત્ય જગતમાં જન્મ લઇ નિત્ય વસ્તુ મેળવવાને દરેક મનુષ્ય પ્રયત્ન કરવા જોઇએ. એ નિત્યવસ્તુના બે પ્રકાર પાડી શકાય છે. એક લૈાકિકનિત્ય અને બીજી પાલૈાકિકનિત્ય. આ જગમાં પર્યાયરૂપે ચાલતા જનસમૂહના કલ્યાણને માટે જે કાંઇ પારમાર્થિક અથવા પાપકારી કામ કરવું, તે લૈાકિકનિત્ય કહેવાય છે અને ધર્મસાધન પ્રાપ્ત કરી આત્મકલ્યાણને માટે જે યત્ન કરવા તે પારલેાકિકનિત્ય કહેવાય છે. એ પારલૈાકિકનિત્ય, નિત્ય સ્વર્ગીય સુખ પ્રાપ્ત કરાવી મેક્ષ માર્ગમાં લઈ જાય છે. લૌકિકનિત્ય પણ પરંપરાએ મેક્ષનું સાધક થાય છે. ઉભય નિત્યના ઉદ્દેશ એકજ છે. પણ તે માત્ર પ્રવર્ત્તનના ભેથી જુદાં પાડી
શકાય છે.
જે પુરૂષા લૌકિકનિત્ય અને પારલૌકિકનિત્ય કરવાને તત્પર રહે છે; તેઓ આ લાકમાં સતત્તિને પ્રસરાવી પરલોકની ઉન્નતિને મેળવી શકે છે.