________________
મહાયુદ્ધ,
( ૬૩૩) વિષે લાડ પામેલા મારા ભાઈ ભીમસેન અને અને તે ઉપકારી વડિલને શી રીતે મારે.? તેથી ભીષ્મપિતામહના વધને કઈ બીજો ઉપાય કહે કે જે ઉપાયે એ ભીષ્મ જીતાઈને માત્ર નામથી અવશેષ રહે.” | કૃષ્ણ વિચાર કરીને કહ્યું, “રાજન્ ! ભીષ્મને વધ કરવા માટે મને એક ઉપાય સુઝી આવ્યું છે, તે તમે સાંભળે. મહાવીર ભીષ્મપિતા સ્ત્રી, દીન, ભીરૂ, ચંદ્ર અને હથી આર વગરના માણસ ઉપર પોતાના બાણ નાંખતા નથી, માટે પ્રાત:કાળે દ્રુપદરાજાના ખંઢ પુત્ર શિખંડીને આગળ કરી તમારે તેની પાછળ રહેવું. ભીષ્મ શિખંડીને ચંદ્ર ધારી તેની સામે બાણ નાંખશે નહીં, એટલે શિખંડી કર્ણ પર્યત ધનુષ્ય ખેંચી છડેલા બાણેથી નિ:સંશય તેમને વધ કરી નાખશે.” - કુણે દર્શાવેલે આ ઉપાય સર્વને પસંદ પડ્યો અને તેને અભિનંદન આપી સર્વે પોતપોતાના સ્થાનમાં ચાલ્યા ગયા. | દશમે દિવસે પ્રાત:કાળે યુધનો આરંભ થયે. શિખંડીને આગળ કરી પાંડે ભીમને વધ કરવાની ઈચ્છાથી રણભૂમિમાં આવ્યા. પરપર બાણની વૃષ્ટિ થવા લાગી. મહાવીર ભીમપિતાએ પ્રથમ પોતાના બળથી પાંડવસેનાને આ કુળ વ્યાકુળ કરી દીધી. કેટલાએક વરે ભીષ્મના ભયથી રણભૂમિમાંથી પલાયન કરી ગયા. જ્યારે પાંડવોની સેના પરાભૂત થઈ એટલે ભીમ અર્જુન વગેરેની પ્રેરણાથી શિખંડીને રથ રણભૂમિના મેખરા ઉપર આગળ લાવવામાં આ