________________
યુદ્ધારંભ.
( ૬૦૧) નિત્ય પ્રયાણ કરતે અનુક્રમે દ્વારકાનગરીમાં આવી પહોંચે. સુવર્ણમય મહેલથી દેખાતી અને ગગનચુંબી કિલ્લાથી પરિ વેષ્ટિત દ્વારકાનગરી તેના જેવામાં આવી. તેની આસપાસ રહેલા રત્નાકરના તરંગે ઘુઘવાટ શબ્દ કરી રહ્યા હતા. જે સાંભળી સક અશક થઈ ગયા હતા.
દૂત નગરીની રચના નિરખતે નિરખતે રાજા સમુદ્રવિજયના દરબારમાં આવ્યું અને તેણે તરત રાજાની મુલાકાત લીધી. કૃણ, બળભદ્ર, વસુદેવ વગેરે યાદથી પરિવૃત થઈ બેઠેલા રાજા સમુદ્રવિજયને પ્રણામ કરી સશોક ઉંચે સ્વરે બે –“ દ્વારકાપતિ ! જેણે પિતાના માહાસ્યથી મેરૂ પર્વતને પણ તિરસ્કાર કરેલ છે અને ઇંદ્રના જેવી જેની કીર્તિ છે એવા રાજગૃહનગરીના મહારાજા જરાસંઘે આપને કહેવાને માટે મને મેક છે. તેણે કહેવરાવ્યું છે કે,
ગાયનું દૂધ પી અતિ પુષ્ટ થયેલા જે રામ અને કૃષ્ણ નામે બે ઉન્મત્ત છેકરાઓ તમારા રાજ્યમાં છે, તેમણે મારા ' જમાઈ કંસને મારે છે. જ્યારે એ બનાવ બન્ય, ત્યારે મારી વિધવા થયેલી પુત્રી જીવયશાએ અતિરૂદન કરવા માંડયું હતું. તે સાંભળી હું મટી સેના લઈ તેમની સાથે યુદ્ધ કરવા તૈયાર થતા હતા; પણ મારા કાળ નામના પુત્રે મને અટકાબે અને પિતે તમારી પાછળ ચડી આવ્યું હતું, તે વખત તે તમારા ઉન્મત્ત છોકરાઓ નાશી એક પર્વતમાં ભરાઈ ગયા. મારે પુત્ર પછવાડે દેડ્યો. તેવામાં એક સેનાને