________________
( ૫૮૬)
જૈન મહાભારત તે પછી વિદુરના હદયમાં વૈરાગ્યભાવના પ્રગટ થઈ આવી હતી. અને તેને લઈને વિદુરને આ અસાર સંસાર ઉપર અભાવ આવી ગયું હતું. તે પ્રસંગ વાંચનારને વિદિત છે. વિરક્ત થયેલા વિદર મુનિ વિશ્વકીર્તિને વંદના કરી આગળ બેઠે તે વખતે તે મહામુનિએ આ સંસારરૂપ મહાતાપને નાશ કરવામાં અમૃત સરખી ધર્મદેશના નીચે પ્રમાણે આપવા માંડી
ગુરૂના વચનરૂપી જળે કરી સિંચન કરેલા આ દે. હના મનરૂપ ક્ષેત્રને વિષે પુણ્યરૂપી બીજ અંકુરિત થાય છે. ગુરૂની વાણુરૂપ અમૃત કષાયષ્ટિ રૂપ સપિણને વિષથી વ્યાકુળ થયેલા હૃદયમાં પરમ શાંતિને આપે છે. માટે તેવી ગુરૂવાણું શ્રવણ કરવાને અભ્યાસ રાખે. અને હૃદયથી કષાયને ત્યાગ કરવા પ્રયત્ન કરો. કષાયરૂપ મેઘની વૃષ્ટિએ કરી વિવેકરૂપ કમળોને નાશ થવાથી મનરૂપ વાપિકાને વિષે ધર્મરૂપી હંસ રહી શકતું નથી. કષાયરૂપ મધના સ્વાદથી જેઓનું ચિત્ત વિપરીત થયેલું છે, એવા પુરૂષે પિતાના બંધુએને પણ મારવાની ઈચ્છા કરે છે. કષાયરૂપી નદીનું પૂર ભાગ્યરૂપ વૃક્ષેનું મૂળમાંથી ઉચછેદન કરી પ્રાણીઓને ન્યાયરૂપ દ્વીપમાંથી લઈને વિપત્તિરૂપ સમુદ્રમાં નાખે છે. કષાયરૂપી સ્વતંત્ર ચેર જે માર્ગમાં મળે નહીં તે મનુષ્ય યથેચ્છ રીતે સનાતનપુરીમાં સુખે જઈ શકે છે. જે મનુષ્ય પુયરૂપ અમૃત સરોવરની મધ્ય ભાગે રહે છે, તેજ પુરૂષ કાયરૂપ