________________
( ૨૬ )
જૈન મહાભારત.
""
66
ગમે તે જાતની હાય, તેપણ મારે તા મહાન લાભ થયા છે. હું નિ:સંતાન છું. મારા વનાશ્રમને આ ખાળિકા દીપાવશે અને મારૂં વાંઝીયાપણાનુ મેહેણ ભાંગશે. ” આ પ્રમાણે વિચારી તે ખલાસી તે બાળિકાને લઇ હર્ષભેર પોતાના આશ્રમ તરફ ચાલ્યા, તેવામાં આકાશમાંથી અક્ષ્ય વાણી પ્રગટ થઇ. રત્નપુર નગરમાં રત્નાંગદ નામે રાજા છે. તેને રત્નવતી નામે રાણી છે. તેમની આ પુત્રી છે. તેના કોઇ શત્રુ આ રાજપુત્રીનું હરણ કરી અહિં મુકી ચાલ્યા ગયા છે. માટે હે નાવિક! તું આ પુત્રીરત્નને લઇ જઇ એનુ સારી રીતે પાલ ન-પાષણ કરજે. એ રાજકુમારીને હસ્તિનાપુરના શાંતનુ રાજા પરણશે.” આ પ્રમાણે ગગનિંગરા સાંભળી તે નાવિક સાનદાશ્ચય થઈ ગયા. પછી તે માળિકાને લઇ ખલાશી પેાતાની સ્ત્રીની પાસે આવ્યેા. એને સર્વ વૃત્તાંત જણાવી તે સુદર પુત્રી તેણીને પાલન-પાષણ કરવાને સોંપી દીધી. અને નાવિક ૬ પતીએ તે ખાળિકાનું નામ સત્યવતી પાડયું.
રાજકુટુંબથી વિયુક્ત થયેલી સત્યવતી નાવિકના કુટુંબમાં ઉછરી મોટી થઇ. જો કે તેણીના મલ્યવયના આર ભ નાવિકકુળમાં થયા હતા, તથાપિ પૂર્વસંસ્કારના બળથી તેણીનામાં ઉત્તમ પ્રકારના સદ્ગુણેા દાખલ થવા લાગ્યા. તે હમેશાં માતાપિતાના વચનને માન આપતી, સત્ય વચન બેલતી, સદાચાર પર પ્રીતિ રાખતી અને સની સાથે હળીમળીને ચાલતી હતી. સત્યવતી હમેશાં પેાતાના કુળધર્મ ને અનુસરી ચાલતી અને માતાપિતાની સેવાભક્તિ કરતી હતી.