________________
ધર્મારાધનને પ્રભાવ.
(પર૯) થઈને બોલ્યા “પિંગળે, આવા મુડદાને સ્પર્શ કરે તે તને મંગળકર્તા નથી. આ પુરૂષે આ સરોવરના વિષરૂપ જળનું પાન કરી મરણ પામ્યા છે. જે તેઓ જીવતા હતા તે પોતાના વિપક્ષીઓને ક્ષય કરવા નિશ્ચય પરાક્રમ કરત. વળી તું વિચાર કર કે, કુતરી શીયાળ વગેરે નીચ શ્વા પદે મુડદા ઉપર બેસે છે અને તેનું માંસ ખાય છે; પણ સિંહવધુ. કદિપણ તેવું કામ કરતી નથી, તે તો જીવતા હાથીના કુંભ સ્થળ ઉપર જઈ બેસે છે.” તે ભિલ્લનાં આવાં વચન સાંભળી. તે તરત પાછી ફરી અને તે વાત પિતાની સ્વામિની કૃત્યાને જણાવી. તે સમયે કૃત્યા પિતાને ફસાવનારા બ્રાહ્મણ તરફ તેને નાશ કરવા પાછી ફરી. દુષ્ટ પુરૂષે કરેલો પ્રયોગ તે દુષ્ટ પુરૂને જ નાશ કરે છે. તે કૃત્યા ગયા પછી હું અને કુંતી. બંને જણઓ આપની પાસે આવી રૂદન કરવા લાગી. તે સમયે મને પેલા નાગરાજનું વચન સાંભરી આવ્યું. પછી મેં તરતજ કુંતીમાતાને કહ્યું, “દેવી, મારા કર્ણાભારણના કમળ પ્રકુલ્લિત છે, માટે આ તમારા પુત્રને પ્રાણવિયેગા થયે નથી: માત્ર તેઓ કઈ વિપત્તિના વમળથી મૂછિત થયા છે. હવે તેમની મૂછ નાશ પામે એ કઈ ઉપાય આપણે કરી જોઈએ.” આ વખતે પેલા દયાળ ભીલે આવીને મને કહ્યું, “ભ, તું શામાટે ચિંતા કરે છે? આ તારા પતિ યુધિષ્ટિરના કંઠમાં રહેલી રત્નમાળા લે અને તેને સરોવરના જળમાં બાળી તે જળનું તેમની ઉપર સિંચન કર.” ભિલ્લનાં આવાં ૩૪. ' . . .