________________
(પ૨૪)
જેન મહાભારત. દ્વિપદીને પાછી લાવીશ.” યુધિષ્ઠિરનાં આવાં વચને સાંભળી નકુળ અને સહદેવ ઉતાવળા સરોવર શેધવાને ગયા. ત્યાં જતાં વિવિધ પક્ષીઓના મધુર સ્વરથી ગજિત થયેલું અને કમળાકરથી વિભૂષિત એવું સુંદર એક સરોવર તેમના જેવામાં આવ્યું. નકુળ અને સહદેવ બંને ભાઈઓએ તેમાંથી ઈચ્છા પ્રમાણે જળપાન કર્યું. પછી કમળપત્રના દડીઆ કરી અને તેમાં જળ ભરી તેઓ પાંચ-છ ડગલાં આગળ ચાલ્યા, તેવામાં તેમને મૂછ આવવાથી તેઓ પૃથ્વી પર ઢળી પડ્યાં.
અહિં જળ લાવતાં વિલંબ થવાથી રાજા યુધિષ્ઠિરને ચિંતા થઈ પછી તેમની તપાસ કરવાને અર્જુનને પાછળ મેકલ્યા. અને તે સરોવરની નજીક આવી જોયું, ત્યાં નકુળ અને સહદેવ બંનેને મૂછિત થયેલા જોયા. તેણે હૃદયથી પિતાના ભ્રાતાઓને શોક કર્યો. પછી તેણે વિચાર્યું કે,
જયેષ્ટ બંધુ તૃષાથી આકુળ-વ્યાકુળ થતા હશે માટે તેમને પ્રથમ જળપાન કરાવી આ બંધુઓની મૂછોને ઉપાય કરીશ.” આવું ચિંતવી અર્જુન સરોવરમાંથી જળપાન કરી યુધિષ્ઠિરને માટે પાત્રમાં જળ લઈ થોડે દુર ચાલ્યા. ત્યાં તે પણ મૂછિત થઈને પૃથ્વી ઉપર ઢળી પડયે. અર્જુનને આવતાં વિલંબ થવાથી યુધિષ્ઠિરે ભીમસેનને તે માગે તપાસ કરવા મેક, ભીમસેને સરોવરના તટ ઉપર પિતાના ત્રણે બંધુએને મુછિત થયેલા જોયા. તે જોતાં જ તેના નેત્રમાંથી અશ્ર ધારા વહેવા લાગી. અને તે અતિશય વિલાપ કરવા લાગ્યા.