________________
(૧૮)
જૈન મહાભારત. –“પાંડવે, જ્યારે તે દુર્યોધન અહિંથી છુટીને ગયે, ત્યારે પગમાં બેડીઓ ઘાલેલી તેના કાપા પડેલા, તેથી તેને ચાલતાં ભારે પીડા થતી હતી. તેને લઈને ક્રોધાતુર થતો તે દુઃશાસનના સ્કંધ ઉપર પોતાની ભુજા મુકી માંડમાંડ ચાલતો હતે. અર્ધમાગે જતાં એક સીમળાનું વૃક્ષ આવ્યું, ત્યાં તે ઢીલે થઈને પડયે, આ વખતે તેનું સર્વ વૃત્તાંત સાંભળી કર્ણ આવ્યું અને તેણે કેટલાએક વચને કહી સમજાવી શાંત કર્યો, તથાપિ તે લજિત થઈ પિતાના નગરમાં નહીં જવાનો નિશ્ચય કરી ત્યાં બેઠે. પછી કર્ણ વગેરેએ તેને ઘણું સમજાવ્યું, ત્યારે તે માંડમાંડ હસ્તિનાપુરમાં ગયે હતે. તે તમારા ઉપકારને ભૂલી જઈ ઉલટ દ્વેષ કરવા તત્પર થયો છે. હસ્તિનાપુરની પિળે પિળે અને શેરીએ શેરીએ દુર્યોધને એ ઢરે પીટાવ્યું છે કે, “પાંડેને શસ્ત્રથી, અસ્ત્રથી, મંત્રથી, તંત્રથી જે કઈ સાત રાત્રિમાં મારી નાંખશે, તેને દુર્યોધન પિતાનું અર્ધરાજ્ય આપશે.” આ ઢઢે સાંભળી પુરોચન પુરોહિતના ભાઈએ એ કામ કરવાને માથે લીધું છે. તેણે દુર્યોધનની સમીપ જઈને કહ્યું કે, “મેં કયા નામની એક રાક્ષસીની ઉપાસના કરેલી છે. તે કૃત્યા જે ક્રોધ કરે તે આ સમગ્ર પૃથ્વીને ભક્ષણ કરી જાય તેવી છે. તેની પાસે પાંડવો તે કણ માત્ર છે? તમારું ઈષ્ટ કરવાને હું તેમને સાતમે દિવસે મારી નાંખીશ. વળી તે પાંડેએ મારા ભાઈ પુરેચનને પૂર્વે વધ કરેલ છે, તેથી તેઓ મારા શત્રુ છે. આ પ્રમાણે કહી તે બ્રાહ્મણ હાલ કૃત્યોનું સાધન