________________
ધર્મારાધનને પ્રભાવ
(૫૧૭) તેની નીચે વિશ્રાંતિ લેવાને દુઃશાસને દુર્યોધનને બેસાડે હતે..
જે પુરૂષ સીમળાના વૃક્ષ નીચે પડે હતો. અને અતિશય ચિંતા તથા શોક કરતો હતો, તે દુર્યોધન હતો. તે વખતે જે બીજો પુરૂષ આવ્યું તે કર્ણ હતો. કર્ણના જાણવામાં આવ્યું કે, દુર્યોધનનો પરાભવ કરી વિદ્યાધરોએ તેને બાંધે અને યુધિષ્ઠિરે તેને છોડા. આથી તે ઘણો લજિત થઈ ચિંતાતુર થયે છે અને હસ્તિનાપુરમાં નહિં આવવાનો નિશ્ચય કરી બેઠે છે. તેથી કર્ણ તેને શાંત્વન કરવા આવ્યા હતો. પછી કણે સમજાવી શાંત કર્યો હતો અને તેને કહ્યું હસ્તિનાપુરમાં લાવ્યા હતા. - એક વખતે પાંડવો ચિંતામાંથી મુક્ત થઈ હૈતવનમાં બેઠા હતા. યુધિષ્ઠિર અને કરેલા પરાકની પ્રશંસા કરતા હતા. આ વખતે નારદમુનિ અકસ્માતુ આવી ચડયા. નારદની પવિત્ર મૂર્તિ જોઈ પાંડે ઉભા થયા. અને તેમને આદર-સત્કાર કરો આસન ઉપર બેસાડયા. પરસ્પર કુશળવાત્તા પુછયા પછી ભીમસેને કહ્યું. “મુનીંદ્ર, આપ ક્યાંથી પધારો છે?” નારદ બોલ્યા–ભીમસેન, તમે દુષ્ટ દુર્યોધનને બંધનમાંથી મુક્ત કરી તેને નગરમાં મેક, એ વૃત્તાંત સાંભળી હું અહિં આવ્યો છું. ભીમસેને કેતુકથી પુછયું, “મુનિરાજ, દુર્યોધન અહિંથી શી રીતે ગ? અને તે હાલ કયાં છે? એ વાત જે આપના જાણવામાં હોય તો કહે” નારદ બોલ્યા