________________
(પ૦૪).
જૈન મહાભારત કેટલાએક સામંત રાજાઓ જેઓ તમારા ભાઈની સાથે આવ્યા હતા, તે હદયમાં ભયભીત થઈ ગયા. અને કેટલાએક તે ત્યાંથી પલાયન પણ થઈ ગયા. પછી વિદ્યાધરની અને તમારા ભાઈની બંને સેનાએ સામસામી યુદ્ધ કરવાને તત્પર થઈ. બંનેની વચ્ચે ઘણું તુમુલ યુદ્ધ ચાલ્યા પછી વિદ્યાધરની સેનાએ તમારા ભાઈ દુર્યોધનની સેનાને નાશ કરી દીધે, તે સમયે સોમદત્ત, કલિંગ, ભગદત્ત જ્યદ્રથ, વિશલ્ય, ભૂરિશ્રવા, ચિત્રસેન, વહર્બલ, સુશર્મા અને કૃતવર્મા વગેરે બીજા અનેક રાજાઓ તે વિદ્યાધરની સાથે યુદ્ધ કરવા પ્રવૃત્ત થયા. તેઓની સામે વિદ્યારે પોતાના પરાક્રમથી તુટી પડયા. તોપણ તે પરાક્રમી રાજાઓ પાછા હઠ્યા નહીં. પછી વિદ્યાધરેએ મેહનાસ્ત્રને પ્રયોગ કરી તે રાજાઓને બેભાન કરી દીધા. તેમના હાથમાંથી શસ્ત્રો પડી જવા લાગ્યાં. અને તેઓ કાયર થઈ ગયા. આ વખતે પ્રચંડ ગર્જના કરતે કર્ણ વિદ્યાધરેની સામે યુદ્ધ કરવા આવ્યા. કણે પિતાની યુદ્ધકળા તેઓને દર્શાવવા માંડી, તે વખતે વિદ્યાધરપતિ પણ પિતાની યુદ્ધકળા બતાવવા લાગે. બંનેની વચ્ચે રોમહર્ષણ યુદ્ધ પ્રવર્યું. છેવટે વિદ્યાધર પતિએ કર્ણના મર્મસ્થળમાં એવું એક બાણ માર્યું કે, જેથી કર્ણને ત્યાંથી નાશી જવું પડયું. જયારે કર્ણ પરાજિત થયે, એટલે તમારા ભાઈ દુર્યોધન શકુનિ વગેરેને લઈ દુંદુભિ વગડાવી યુદ્ધ કરવા આવ્યા. દુર્યોધનને યુદ્ધ કરવા આવેલે જાણી વિધાધર પતિ તેની સામે આવ્યું. પ્રથમ તે તમારા બંધુએ વિદ્યાધરપતિને અને તેની સેનાને પરાભૂત