________________
(૪૮૮)
જૈન મહાભારત. હ્યો. તે વખતે પુત્રવત્સલ માતા કુંતી ઉંચે સ્વરે બોલી– અર્જુન, દેડ દેડ સહાય કર. તારા ભાઈ ભીમને કઈ ગ્રાહ પકડી ગયે લાગે છે. માતાનાં આ વચન સાંભળતાં જ વીર અને ઉભે થયે અને સત્વર તેણે જળમાં પ્રવેશ કર્યો. તે પણ ભીમની જેમ અંદરજ રહ્યો. ઘણીવાર થઈ તે પણ બહેર આવે નહિં. જ્યારે ભીમ અને અર્જુન બંને અંદર રહ્યા, એટલે બંધુ પ્રેમી નકળે તરત જળની અંદર ઝંપલાવ્યું. નકુળને પડ્યા ઘણીવાર થઈ એટલે સર્વના હૃદય વિશેષ ચિંતાતુર થયાં. તે સમયે શોર્ય ધારણ કરી સહદેવ જળમાં કુદી પડે. સહદેવ પણ ઘણીવાર સુધી બાહેર આવ્યું નહિ. એટલે વરિષ્ટ યુધિષ્ઠિરને ભારે ચિંતા થઈ પડી. તેણે કુંતીમાતાને જણાવ્યું, “માતા, હવે શું કરવું? ચારે બંધુઓ જળમાં કેમ અદશ્ય થઈ ગયા? આ શું હશે? તમે બંનેને એકલા તીર ઉપર મુકી મારે જળમાં જવું, તે જોખમ ભરેલું છે. હું ઉભય રીતે સંકટમાં આવી પડે.” યુધિષ્ઠિરના આવાં વચન સાંભળી કુંતી રૂદન કરતી બેલી–“વત્સ, તું તારા બંધુઓની શોધ કરવા જાય અને તેમને જળના સંકટમાંથી મુક્ત કર. અમારી કશી ચિંતા કરીશ નહિં. અમારી હૃદયરૂપી ગુફામાં પંચપરમેષ્ટિરૂપ સિંહ સદા વિરાજમાન છે. એ બળવાન સિંહને જોઈ વિપત્તિરૂપી હાથીએના યૂથ દશે દિશામાં નાશી જશે. અને તે બળવાન સિંહને તું પણ તારી હૃદયગુફામાં રાખજે. આ સૂર્ય અસ્ત થયા