________________
રાણીવિયોગ.
(૧૯) શકતા નથી. શાંતનુ રાજા ગંગા જેવી પવિત્ર પત્નીને પતિ થયું હતું, તથાપિ તેના હૃદયથી મૃગયાનું વ્યસન દ્વર થયું ન હતું.
એક વખત મૃગયામાં ગાઢ પ્રીતિવાળે શાંતનુ રાજા મૃગયા રમવા જવાને તત્પર થઈ પિતાની પ્રિયા ગંગાદેવી પાસે આવ્યું. તે વખતે પવિત્રહુદયા ગંગા પિતાના ઉલ્લંગમાં રાજકુમાર ગાંગેયને લઈ રમાડતી હતી. પતિને મૃગયા રમવા સજજ થયેલા જોઈ ગુણવતી ગંગાદેવીએ અંજળિ જોડી કહ્યું, “હે પ્રજપ્રિય પ્રાણપતિ! આ સમયે ભારતભૂમિ ઉપર આપના જેવો કઈ નરપતિ નથી. આ૫ અનેક ઉત્તમ ગુણેથી ભરપૂર છે, તે છતાં જેમ ચંદ્રને વિષે કલંક છે, તેમ આપને વિષે પણ આ મૃગયા રમવાનું દુર્વ્યસનરૂપ કલંક છે; તેને આપે ત્યાગ કરે જોઈએ. પ્રાણનાથ ! અપરાધીને શિક્ષા કરવી અને નિરપરાધીનું રક્ષણ કરવું, એ આપને રાજધર્મ છે. જે પશુઓએ નિર્ભય સ્થળ જાણુને વનને વિષે વાસ કરેલ છે, એવા નિરપરાધી મૃગને મારવાથી આપ રાજધર્મનું ઉલ્લંઘન કરે છે અને તેથી આપને અવશ્ય પાપ લાગે છે. માટે એ મૃગયાના દુરાચારને દૂર કરી દે. અને સ્વધર્મ યુદ્ધ કર્મ કરવામાં પ્રવૃત્ત થાઓ. આ મારી પ્રાર્થના આપને માન્ય કરવી જોઈશે. વળી આપ મારી પાસે વિવાહ વખતે વચનથી બંધાયા છે, માટે તમારાથી કઈ પ્રકારે તેનું ઉલ્લંઘન થઈ શકશે નહિં. તેમ છતાં મારી આ પ્રાર્થના