________________
(૧૮)
જેન મહાભારત. ગર્ભના પ્રભાવથી તેનું સ્વરૂપ વિશેષ તેજોમય દેખાવા લાગ્યું. તેજસ્વી સૂર્યના કરતાં પણ તેની કાંતિ અધિક દેદીપ્યમાન દેખાતી હતી. ગર્ભના અપૂર્વ તેજથી તેણીને સુમેરૂ પર્વત એક નાના દડા જેવો અને સમુદ્ર ગાયના પગલા જે ભાસવા લાગ્યું. એક દિવસે રાજા શાંતનુ ધર્માસન ઉપરથી વાસગૃહમાં આવતું હતું, ત્યાં એક દાસીએ દેડતાં આવી વધામણી આપી કે “મહારાજા, મહારાણી ગંગાદેવીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો છે.” આ વધામણું સાંભળતાં શાંતનુ સાનંદહૃદય થઈ ગયું. તેણે તરત આજ્ઞા કરી પુત્રને જન્મત્સવ કરાવ્યું. હસ્તિનાપુરની રાજ્યભક્ત પ્રજાએ રાજકુમારના જન્મોત્સવમાં ભાગ લઈ હદયને અતિ ઉમંગ દર્શાવ્યું. મહારાજાએ અંતઃપુરમાં આવી પુત્રના મુખનું દર્શન કર્યું. પિતાના ઉગ્રતેજથી બીજા સ્વરૂપવાન જનેને ચિત્રવત્ કરાવનારા તેજસ્વી પુત્રને જોઈ તે હૃદયમાં અતિ પ્રસન્ન થયા. અનુકમે આશાચ નિવૃત્ત થયા પછી શાંતનુએ પિતાની પ્રિયા ગંગાદેવીના નામથી પુત્રનું નામ ગાંગેય પાડ્યું. પછી ગાગેયકુમાર શુકલપક્ષના ચંદ્રની જેમ અનુક્રમે ગંગાદેવીના સ્તનનું પાન કરતા વૃદ્ધિ પામવા લાગે.
દુર્વ્યસન એ માનવજીવનને મલિન કરનાર વજલેપ છે. જ્યાં સુધી પાપકર્મને ઉદય હાય, ત્યાં સુધી વજલેપ રૂપ દુર્વ્યસન કદિ પણ નષ્ટ થતું નથી. માનવઆત્મા અનેક રીતે દુવ્યસનનાં મહાક ભેગવે છે, તથાપિ તેને ત્યાગ કરી