________________
(૪૭૦ )
જૈન મહાભારત.
ફરવા નીકળ્યા, ત્યારે મારા પૂજ્ય યુધિષ્ઠિરે મને પહેરાવી છે. કારણ નાનાભાઇ ઉપર મોટાભાઈના અતિ પ્રેમ હાય છે, પાંડુ અને વિશાલાક્ષને જેવા પરસ્પર સ્નેહ હતા, તેવા સ્નેહું આ પણ તેમના પુત્રામાં પણ થવા જોઈએ.”
આ પ્રમાણે કહી અર્જુન ચંદ્રશેખરની સાથે રથમાં બેઠા અને અશ્વોને પવનવેગે ચલાવવા લાગ્યા. આકાશમાર્ગે દર જતાં વૈતાઢ્ય પર્યંત દેખાયા એટલે ચંદ્રશેખરે અનને કહ્યુ, “ પરોપકારી વીર, ભારતભૂમિરૂપી સ્ત્રીના સીમતરૂપે આ વૈતાઢય પ`ત દેખાય છે. એ પર્યંતના વિસ્તાર પચાશ ચેાજન અને ઉંચાઈ પચીશ ચેાજન છે. એ પર્વત ઉપર વિદ્યાધરીઓના વૃંત્ર્ય તમારા યશનું ગાયન કરે છે. આ રૂપાને ગિરિ, તમારા યશના જેવા કેવા ઉજવળ શોભે છે? જ્યારે આપણે આ પવ ત ઉપર દશ ચેોજન સુધી જઇશુ' એટલે પ°તની પાસે દશ ચેાજન વિસ્તારવાળી એ વનપક્તિઓ આવશે. આપણે વેગથી તેમાંની દક્ષિણ દિશા ભણી આવ્યા છીએ. હવે ક્ષણમાં રથનુપૂર નગર આવશે, ત્યાં ઇંદ્રરાજા તમને મળવાને ઉત્સુક થઈ બેઠા હશે. આ ડાખા હાથ ભણીના જે રસ્તા જાય છે, તે રસ્તા તલતાલવ શત્રુએ જે નગરમાં રહે છે, તે ભણી જાય છે. ” મન ઉત્સાહથી ખેલી ઉછ્યો. “ ચંદ્રશેખર, શત્રુઓના મુખ જોયા વગર ઇંદ્ર રાજાનું મુખ જોવાની મારી ઇચ્છા નથી. માટે તે દિશ તરફ રથ હાંક. હું જાણું કે, મારા શત્રુઓ કેટલા છે ?”