________________
વનવાસમાં વિજય.
(૪૬૭) પિતાના ભાઈ વિન્માલીને સેંપી દીધું. રાજાની આ કૃપાને લાભ લઈ વિદ્યુમ્માલી ઉદ્ધત થઈ દુષ્કર્મ કરવા લાગ્યું. તેણે પ્રજાની સુંદર સ્ત્રીઓનું હરણ કરી તેમની લાજ લુંટવા માંડી.
અને તે નગરવાસીઓને પણ ભારે દુઃખ આપવા લાગ્યું. વિન્માલીને આ ભારે જુલમ જેઈ પ્રજાએ રાજા ઈંદ્રની પાસે ફરીયાદ કરી. લેકેની ફરીયાદ સાંભળી ઈદ્ર વિદ્યુમ્માલીને એકાંતે બેલાવી અનીતિ ન કરવાની શિખામણ આપી, તથાપિ દુર્મદ અને વિષયલુબ્ધ વિદ્યુમ્ભાલીએ તેની શિખામણ માની નહિં, પણ ઉલટે તે ઇંદ્ર ઉપર ક્રોધાતુર થઈ નગરની બાહર નીકળ્યો. નગર બાહર નીકળી તેણે એ વિચાર કર્યો કે, “કેઈપણ ઉપાયથી ઇંદ્રને મારી નાંખે.” પછી કપટી વિદ્યુમ્માલી સુવર્ણપુરના રહેવાસી અને ખરદ્દષણના વંશમાં ઉતપન્ન થયેલા નિવાત કચવ નામના રાક્ષસેની સાથે મળ્યો અને તેમની મૈત્રી કરી. એ રાક્ષસે યમરાજથી પણ નિર્ભય છે અને ઘણું બળવાન છે. તેમ વળી લેકમાં તેમનો એટલો બધો ત્રાસ છે કે, સર્વ લોકે તેઓને કાળકેતના નામથી ઓળખે છે. વળી એક તાળવામાં અને એક હાથમાં, એમ તેઓના અંગના બે ભાગમાં એકજ ફેરે સાથે વધે તોજ એ મરે તેમ છે, તેથી તેમને તાતાલવ પણ કહે છે. દુરાચારી વિદ્યુમ્માલી તે રાક્ષસોની મદદ લઈ ઇંદ્રની નગરી ઉપર વારંવાર ઘેરે ઘાલી નિરંતર ભય બતાવે છે. ઇંદ્ર તે બંધુના ભયથી સદા ભયભીત રહે છે. તે હંમેશાં પિતાના નગરના દરવાજા બંધ કરી રહ્યા કરે છે.