________________
વનવાસમાં વિજય.
(૪૬૫) જ્યારે કિરાત સૈન્ય પરાભવ પામ્યું, ત્યારે તે ભિલ્લને ભારે ક્રોધ ઉત્પન્ન થયે. તેણે પોતાનું યુદ્ધકૌશલ્ય અર્જુનને બતાવ્યું. તે બંને વીરેનું મહાયુદ્ધ જેવાને મચારીઓ વિમાનમાં બેશી આકાશમાં એકઠા થઈ ગયા. તે વખતે આકાશની શોભા એક સરોવરના જેવી દેખાતી હતી. તેમાં દેવતાઓ રૂપી કમળ ખીલી રહ્યાં હતાં. વીર અર્જુન જે બાણ મુકતો તેને તે ભીલ્લ અર્ધમાગેથી ખંડિત કરતો હતો. આથી અકળાઈને અને તેના પુંજને પ્રગટ કરતું અન્ય સ્ત્ર બાણ છોડયું. તે બાણના પ્રભાવથી સર્વ સ્થળે અગ્નિ પ્રસાર થઈ ગયે. તેને શમાવવાને ભિલ્લે વરૂણાસ્ત્ર સામું મુક્યું. આથી ભિલ્લને શસ્ત્રાસ્ત્રમાં દુર્નિવાર્યધારી અર્જુન મુષ્ટામુષ્ટિ યુદ્ધ કરવાને પ્રવર્યો. કળાનિધિ ભલ્લ પણ તે મુષ્ટિયુદ્ધ કરવાને સામે આવ્યો. મદથી ઉન્મત્ત થયેલા તે બંને વીર ભુજાઓનું આસ્ફાલન કરવા લાગ્યા. જાણે પર્વત ફાટ્યો હોય, તેવા તેના વનિ થવા લાગ્યા. જેમ મદેન્મત્ત ગજેંદ્રો પોતાના દંતેશળથી યુદ્ધ કરે તેમ ભીલ અને અર્જુન ભુજાઓથી ઘેર યુદ્ધ કરવા લાગ્યા. આ પ્રમાણે ઘણીવાર યુદ્ધ ચાલ્યા પછી વીર અને લાગ જોઈ તે ભીલને પગ. માંથી ઝાલી અને લીલાથી માથા ઉપર પેરવી એક શિલા ઉપર પટકવા જાય છે, તેવામાં તે ભીલ દિવ્યરૂમ ધારણ કરી અર્જુનની સન્મુખ ઉભે રહ્યો. તે દિવ્ય મૂર્તિને જોઈ અજુન વિસ્મય પામી ગયે. અને ક્ષણવાર તે સ્તબ્ધ