________________
(૪૫૬)
જેને મહાભારત નથી. હસ્તિનાપુરના સામ્રાજ્યના ગવ પર્વત ઉપર બેઠેલા દુર્યોધનને લીલામાત્રમાં જીતી લઈ નીચે ઢાળી પાડીશ.” ભીમના આ વચનને અને ટેકે આપે અને સર્વે એક સંમત થયા. . આ વખતે દીર્ઘવિચારી અને સત્ય પ્રતિજ્ઞ યુધિષ્ઠિર શાંત સ્વરે બેલ્યા-“વાહ ધન્ય છે ! ક્ષત્રિઓના વંશજોને વચન આવા જ જોઈએ. પરંતુ મારા અનુરોધથી આપણે થોડા વર્ષ વનવાસ ભોગવવાને છે. કોઈપણ ઉત્પાત કર્યા વિના રહે તે બહુ સારૂં. વનવાસની અવધિ પૂર્ણ થશે એટલે મારી સત્ય પ્રતિજ્ઞા પૂર્ણ થઈ રહેશે. પછી તમારી ઈચ્છા આવે તેમ કરજે. વીર્યના સમુદ્રરૂપ એવા તમારા પાર કેનાથી લઈ શકાશે ? તે વખતે ભયંકર યુદ્ધમાં દુઃશાસન સહિત દુર્યોધનને પદીના કેશકર્ષણને બદલે આપજે.” ' યુધિષ્ઠિરના આ વચને સાંભળી સર્વ ભાઈએ વડિલ બંધુની આજ્ઞાને તાબે થયા. અને પોતપોતાના ઉદ્ધત વિચારે મૂલતવી રાખી યુધિષ્ઠિરની પ્રતિજ્ઞાને માન આપ્યું. તેમનું આવું પ્રવર્તન જોઈ સત્યપ્રતિજ્ઞ યુધિષ્ઠિર હૃદયમાં પ્રસન્ન થઈ વયે અને પોતાના અનુજ બંધુઓના વિનયની તેણે પ્રશંસા કરી. વિદુરને વિશ્વાસુ દૂત પ્રિયંવદ ત્યાંથી વિદાય થઈ હસ્તિનાપુર તરફ ચાલ્યો ગયો. અને પછી પાંડેએ ત્યાંથી બીજે
સ્થળે જવાને નિશ્ચય કર્યો હતે. . પ્રિય વાંચનાર, આ પ્રકરણમાંથી પણ દિવ્ય ગુણ સંપા