________________
ચેવતણી.
(૪૯) વતે હતા. તેની ઉપર ધનંજયની દષ્ટિ પડી. અને તેને બરાબર ઓળખી શકે નહીં. તેણે યુધિષ્ટિરને કહ્યું,
યેષ્ટ બંધુ, જુઓ કઈ આ મુસાફર આપણી તરફ આવે છે. યુધિષ્ઠિરે તેને જોતાંજ ઓળખી લીધો. અને જણાવ્યું, “ભાઈ અજુન, આ તે આપણે પ્રિયંવદ દૂત આવે છે.” તે સાંભળતાંજ સર્વેએ તેની તરફ દષ્ટિ પ્રસારી. અજુન હુદયમાં આનંદ પામતે તેની સામે ગયે. તેને પ્રેમથી મળી જયાં યુધિષ્ઠિર બેઠા હતા ત્યાં લાવ્યા. યુધિષ્ઠિર વગેરે સર્વ પાંડે ઉભા થઈ તેને પ્રીતિથી દઢ આલિંગન આપી મળ્યા.. સહદેવે ધર્મરાજાની આગળ તેને યોગ્ય આસન આપ્યું.પ્રિયંવદ સર્વને પ્રણામ કરી તેની ઉપર બેઠો. યુધિષ્ઠિરે પ્રસન્ન વદને પ્રિયંવદને પુછયું, “હે પ્રિય, અમારા પિતા, અમારા પૂજ્ય કાકા વિદુર, અમારા પરમ પૂજ્ય ગુરૂ દ્રોણાચાર્ય, અમારા હિતચિંતક વડિલ ભીષ્મપિતામહ, પુત્રવત્સલ ધૃતરાષ્ટ્ર કાકા, ઉપકારી ગુરૂ કૃપાચાર્ય અને અમારી પૂજ્ય માતાએ સર્વે આનંદમાં છે કે ? વળી જેની સર્વ અભિલાષા પૂર્ણ થઈ છે” એ અમારે બંધુ દુર્યોધન કુશળ છે? લાક્ષાગૃહ બાન્યા પછી શું શું થયું? અને અમે આ સ્થળે છિએ. એ વાત તારા જાણવામાં શી રીતે આવી?”
યુધિષ્ઠિરનાં આવાં વચન સાંભળી પ્રિયંવદ – મહારાજ, આપના વિના આપના હિતેચ્છુઓ અને આ શ્રિતે ઘણું દુખી થયા છે. તેઓ સર્વે માત્ર શરીરથી જીવે