________________
(૪૪૮)
જૈન મહાભારત.
વાત જ્યારે દુર્યોધનના જાણવામાં આવશે, ત્યારે દુર્યોધન અહીં આવીને કાંઈ પણ ઉપદ્રવ કર્યા વિના રહેશે નહીં, ” યુધિષ્ઠિરના મા વિચારને સવ બંધુઓએ ટકા આપ્યા. પછી પાંડવા તે એકચક્રા નગરીમાંથી ચાલી નીકળ્યા હતા. રસ્તામાં કુંતી અને દ્રોપદીને ભારે કષ્ટ પડયાં હતાં. જેમાંથી ભીમસેને તેમના ઉદ્ધાર કર્યા હતા, જે વાત પેલા મુસા પ્રિયંવદની પાસે જણાવી હતી. ત્યાંથી નીકળીને પાંડવા દ્વૈતવનમાં આવી વસ્યા છે અને ત્યાં રહી પાતની રાજધાનીના સુખને પણ વિસરી ગયા છે..
•
મધ્યાહ્નના સમય હતા. ગગનમિણ પેાતાના રથ લઈ આકાશના મધ્ય ભાગે આવ્યા હતા. વનભૂમિના છાયાદાર વૃક્ષા વિશ્વના પ્રાણીઓના ઉપકાર કરતા હતાં. રવિતાપથી તપેલા પશુ પક્ષીઓ વૃક્ષોની શીતળ છાયાને આશ્રય કરતા હતા. આ સમયે પાંડવકુટુંબ દ્વૈતવનના સુંદર આશ્રમમાં સાથે મળી બેઠું હતુ. ચાર પાંડવા જ્યેષ્ટ યુધિષ્ઠિરની સભાવથી સેવા કરતા હતા. ભીમસેન તેના ચરણ ચાંપતા હતા. અને દ્રીપટ્ટી કુંતીના ચરણ ચાંપતી હતી. સહદેવ વસ્ત્રનું છત્ર કરી તેને છાયા કરતા હતા. નકુળ ચામર લઇ વા ઢાળતા હતા. અને અર્જુન હાથમાં ધનુષ્ય લઈ સની રક્ષા કરતા હતા. સં કુટુ ખવિવિધ પ્રકારની ધર્મ વાત્તો કરી વનવાસમાં પણ રાજધાનાના જેવા લાભ મેળવતુ હતું.
આ વખતે પેલા વિદુરના અનુચર પ્રિયંવદ દૂરથી આ