________________
હાડમારીઓ વેડવામાં કાયરતા નથી દર્શાવી. એ ખર્ચ અને હાડમારીને ખ્યાલ સૌને સરખા નહી આવી શકે. ભાઇ ટી, જે. પટેલના સ્વર્ગવાસ પછી જૈન સાહિત્યના પાત્રાની ખરાખર કલ્પના કરી યથાસ્થિત રૂપમાં આળેખી શકે એવા ચિત્રકારાની અમને તે ભારે ખેાટ આવી પડી છે. સ્વ. પટેલની પીંછીના અભાવે ખીજી ઘણી પીછી અમે ચિત્રાની પાછળ અજમાવી જોઇ, પણ અમને એથી સંપૂર્ણ સતાષ ન થયા, ઉલટુ' ખર્ચ તેમજ મહેનત વધતાં જ ગયા અને તે સર્વને પરિણામે કેવળ નિરાશા, એટલામાં સદ્દભાગ્યે શ્રીયુત ગારધનભાઈ પટેલ-ચિત્રકારની મદદ અણધાર્યા આવી મળી. પાંચ પાંચ, છ છ વાર તૈયાર કરાવેલા ચિત્રાથી અમને જે સતાષ ન થયા તે ભાઇ ગારધનભાઇએ અમને આપ્યા. આ પુસ્તકમાંના ચિત્રા માટે અમે તેમજ અમારા વાચકવર્ગ ભાઇ ગોરધનભાઇના ઋણી રહેશે.
કળા અને સાહિત્યની કદર કરવામાં જૈન વિદ્વાનાએ તેમજ જૈન મુનિરાજોએ કદી શિથિલતા નથી દર્શાવી. ગુજરાતી સાહિત્યમાં જ્યારે સાવ શુષ્કતા આવી ગઇ હતી, ત્યારે પણ જૈનમુનિએ જ કાવ્યકળા અને રસ સાહિત્યના છંટકાવ કરી કચ્છ-કાઠિયાડ અને ગુજરાતને રસભીનુ રાખી શક્યા હતા. આજે પણ એના એજ મુનિરાજો છે, એની એજ સંસ્થાએ છે. જો તેઓ સાહિત્યપ્રચાર-જ્ઞાનપ્રચારના ક્રીથી ઉગ્ર ત્રત આદરે તા કચ્છ-કાઠિયાવાડ અને ગુજરાતની વાડીમાં ફરીથી વસ'તને ઉતારી શકે. તેમાં શક્તિ છે, અવકાશ છે અને સાધન પણ છે. વધુ તો દૂર રહ્યું, પણ લ્હાણામાં અથવા તેા પ્રભાવનામાં વસ્ત્ર, વાસણ જેવી ભાગાપભોગની સાંસારિક વસ્તુને બદલે આવા ધર્મ ગ્રંથા ઘેર ઘેર ફેલાવવાનું તે મન ઉપર લે તે પણ એ રીતે જૈન સાહિત્ય ઉપર મહદ્ ઉપકાર કરી શકે એમ મને લાગે છે.