________________
અભયદાન અને જીવિતદાન.
(૪૨૧) ક્ષસને મરથ પૂર્ણ કરવાને મારે વારે આવ્યા છે. હું પણ કુળદેવીનું સ્મરણ કરી ત્યાં જવાને તમારી આજ્ઞા માંગું છું. આ પ્રમાણે કહી તે દેવશર્મા બ્રાહ્મણ પોતાના કુટુંબને લઈ કુળદેવતાને નમસ્કાર કરવા ગયે.
પછવાડે કુંતીએ ભીમસેનને કહ્યું, “વત્સ, તારા જેવા સમર્થ પુત્ર છતાં હું એક પણ બ્રાહ્મણને અભયદાન આપવાને સમર્થ ન થઈ, એ કેવી દીલગીરીની વાત? જે સમર્થ પુરૂષ સર્વ પ્રાણુઓના રક્ષણ માટે અભયદાનરૂપ ડંકે બજાવે છે, તે પુરૂષને પૂર્ણ ધન્યવાદ ઘટે છે. જે પુરૂષ વિપત્તિરૂપ મહાનદીમાં પડેલા ઉપકારી પુરૂષને નકાવત્ થઈ તારનાર થતું નથી, તે પુરૂષનું જીવન વ્યર્થ છે. પુત્ર, દેવશર્મા આપણે પૂર્ણ ઉપકારી છે. તેના ઉપકારને બદલે આપવાનો આ સમય છે. જે આપણે આ અવસર ચુકીશું, તે પછી આપણે ધિક્કારને પાત્ર થઈશું, માટે તું પિતે બલિદાનરૂપ થઈ તે રાક્ષસને સ્થાને જા અને ત્યાં જઈને કેવળીભગવાનનું વચન સત્ય “ થાય તેમ કર.”
માતાની આજ્ઞા થતાં માતૃભક્ત ભીમસેન સત્વર તૈયાર થયે. માતાના ચરણમાં વંદના કરી એક મણ ભાતને ઉપહાર લઈ, જયાં સુંદર છાયાદાર વૃક્ષે રહેલા છે, એવા બકરાક્ષસના વનમાં જવાને નીકળે. વનની રમણીયતા જેતે જેતે ભીમસેન ચાલતું હતું, ત્યાં કેઇ એક પુરૂષ તેના જેવામાં આવ્યું. ભીમસેને તે પુરૂષને પુછયું, “ભક આ અતિ ઉચ્ચ પ્રાસાદ