________________
(૪૯ )
જૈન મહાભારત.
પ્રતાપ, ગૈારવ, બળ, ઉગ્રતા, સત્તા, વિક્રમ, અને હિંમત એ સર્વ ઉત્કૃષ્ટ ગુણા પણ કર્મની આગળ નિળ છે. તેથી સ નેવિચાર કરવા જોઇએ કે, ‘જેવી રીતે નઠારાં કર્મોના બંધ ન થાય તેવી રીતે પ્રવર્ત્તન કરવું. ' અશુભ ક અશુભ ફળ આપે છે અને શુભ ક શુભ ફળ આપે છે.
ખીજું મા પ્રસ ંગે ભીમની કુટુ અભક્તિ ખરેખર શિક્ષણ લેવા ચેાગ્ય છે. વનમાં દુ:ખી થયેલા સર્વ કુટુંબને પોતાની પીઠ ઉપર એસાડી પરાક્રમી ભીમે વનમાર્ગને ઉદ્ઘઘન કર્યો હતા. આ મહત્ કાર્ય થી ભીમનુ શારીરીક બળ કૃતાર્થ થયું હતુ. જે પુરૂષ પોતાની શક્તિના ઉપયાગ કુટુંબને સહાય આપવામાં કરે છે, તે પુરૂષનું જીવન સર્વ રીતે ઉપયાગી ગણાય છે. દરેક સમ કુટુંબીએ આ વાત ધ્યાનમાં રાખવાની છે. જે પોતાની સર્વ શક્તિના ઉપયાગ કુટુંબભક્તિમાં કે પરાપકારમાં કરે છે, તે આલાકમાં સત્કીત્તિનું પાત્ર બની પરલેાકમાં સતિનું પાત્ર થાય છે.
ત્રીજી અહિં હેડંબાની પરાપકાર વૃત્તિનું અવલેાકન કરવાનુ છે. રાક્ષસ કુળમાં જન્મેલી અને અધમ કાર્ય થીજ પેાતાના નિર્વાહ કરનારી હેડંબા એક પવિત્ર પાંડવપત્ની થઇ ગઇ, તેનું કારણ તેણીની પોપકારવૃત્તિ અને વિડિલ ભક્તિ જ હતી. હેડ'ખાએ દ્રોપદી અને કુંતીની ભારે સેવાભક્તિ કરી હતી. તેમને પ્રાણાંત કષ્ટમાંથી પણ મચાવી હતી, તે ઉત્તમ વૃત્તિને લઇને હેડંબા એક પવિત્ર શ્રાવિકા અની ગઈ