________________
વનવાસની વિટંબણું.
(૪૭) આ સમયે ધર્મવીર યુધિષ્ટિરે પિતાની ભ્રાતૃપત્ની હેડંબાને કહ્યું ભદ્ર, તું નિષ્કારણ પરોપકારિણી છે. તારી સહાયથી અમે એ વનમાં વિકટ માર્ગને ઉલ્લંઘન કર્યો છે. અમે હવે કેટલાએક દિવસ આ એકચકાનગરીમાં રહીશું. તું તારા બંધુ હેડંબના સ્થાનમાં જા, અને તારા ભાઈની સંપત્તિનું રક્ષણ કર. ત્યાં રહીને અમારા બંધુ ભીમથી રહેલે ગર્ભરૂપ નિધાન જે તારા ઉદરમાં છે, તેની રક્ષા કરવા માટે યત્ન કર.
જ્યારે અમે તારૂં સ્મરણ કરીએ, ત્યારે તું અમારી પાસે પ્રાપ્ત થશે.” પોતાના ચેષ્ટ યુધિષ્ઠિરનાં આ વચન હેડંબાએ માન્ય કર્યા. પછી સર્વની આજ્ઞા લઈ તે પવિત્ર રાક્ષસી પિતાના હેડંબવનમાં આવી, અને ત્યાં રહી શ્રી વીતરાગપ્રભુની સેવામાં તત્પર રહેવા લાગી. પાંચે પાંડવોએ વિપ્રને વેષ લઈ પિતાના કુટુંબ સાથે એકચકાનગરીમાં પ્રવેશ કર્યો હતે. | વાંચનાર, પાંડવોના વનવાસના કષ્ટને દર્શાવનારે આ પ્રસંગ તારે બેધનીય છે. તેમાંથી ગ્ય શિક્ષણ મેળવવાનું છે. પ્રથમ તે અસ્તોદયના ચકની સત્તા કેવી પ્રબળ છે? અને એ ચક્રને ગતિ આપનાર કર્મની પ્રકૃતિએ કેવી સત્તાયુક્ત છે, તે પણ વિચારવાનું છે. હસ્તિનાપુર જેવી રમણીય રાજધાનીને મહારાજા યુધિષ્ટિર, પિતાના રાજકુટુંબની સાથે વનમાં કેવાં કષ્ટ ભોગવે છે ? તેજ રાજ્યની મહારાણી દ્રૌપદી. અને રાજમાતા કુંતાની કેવી દયાજનક સ્થિતિ છે? આ બધે પ્રભાવ કર્મને છે. કર્મની આગળ કઈ પણ વ્યકિત બળવાનું નથી. તેની મહાસત્તામાં સર્વને આક્રાંત થવું પડે છે.