________________
નળાખ્યાન,
(૩૪૭) જેમ ભીમરથરાજાની પાસે તેનું ભારે સન્માન કરાવ્યું. પછી દમયંતીએ ચંદ્રયશા, હતુપર્ણ, ચંદ્રવતી અને વસંત શ્રી શેખર વગેરે સર્વ પિતાના પૂર્વોપકારીઓને કુંડિનપુરમાં તેડાવ્યા. અને તેમની ભારે આગતાસ્વાગતા કરી પોતાની કૃતજ્ઞતા દર્શાવી.
એક દિવસે પ્રાત:કાળે ભીમરથરાજા સભા ભરીને બેઠો હતો, તેવામાં આકાશમાંથી કોઈ દેવ આવ્યો. તેણે અંજલિ જેડી દમયંતીને કહ્યું –“ભ, હું તાપપુરના તાપને સ્વામી છું. તમારા પ્રતિબોધથી મેં ચારિત્ર લીધું હતું. તે મહાવ્રતને પાળી મૃત્યુ પામી ધર્મ દેવલોકમાં અમૃતશ્રીકેશર નામે હું દેવતા થયે છું. આ બધે તમારા પ્રતિબેધને જ પ્રભાવ છે.” આટલું કહી ત્યાં સાત કેટી સુવર્ણની વૃષ્ટિ કરી પિતાને સ્થાને ચાલતો થયો. પછી સર્વ રાજાઓએ મળી નળને ત્યાં રાજયાભિષેક કર્યો. પછી ત્યાં જેટલા રાજાઓ હતા, તેમણે પોતપોતાના રાજયમાંથી સેનાઓ મંગાવી, પછી શુભ દિવસે સર્વ સેનાઓને લઈ નળરાજ કેશલાપુર તરફ ચાલે. જયારે તે અયોધ્યાના વનમાં આવ્યું, ત્યાં કુબેરના જાણવામાં આવ્યું કે-“ નળરાજા મેટી સેના સાથે ચડી આવ્યા છે. ” આથી કૂબ ભયભીત થઈ ગયે. પછી નળે કૂબરને દૂત મોકલાવી કહેવરાવ્યું કે-“હે કપટી કુબેર, ફરીવાર મારી સાથે જુગાર રમ. તારી લક્ષ્મી તે મારી થશે અથવા મારી લમી તે તારી થશે.” નળરાજાના આવા
પછી શુભ કારણે પતલા એક કર્યો પણ