________________
(૩૪૬)
જૈન મહાભારત. જમી પ્રસન્ન થયેલા વિદર્ભરાજાએ છુપી રીતે એક થાળ દમયંતીને ભોજન કરવા માટે મોકલાવ્યું. તે રસોઈ જમી દમયં. તને ખાત્રી થઈ કે “આ કૂબડો એજ નળરાજા છે.” પછી તેણે પિતાની સન્મુખતે કૂબડાને બોલાવ્યા. પછી દમયંતીએ કહ્યું, કે, આ કૂબડે મારા શરીરને સ્પર્શ કરે તે મને ખાત્રી થાય” સર્વની સમક્ષ તેણે દમયંતીને અંગને સ્પર્શ કર્યો. એટલે તેણીનું શરીર રોમાંચિત થઈ ગયું. તે ઉપરથી તેને પૂર્ણ પ્રતીતિ આવી, પછી તે કૂબડાને એકાંત લઈ ગઈ. અને પિતાને પવિત્ર પ્રેમ દર્શાવ્યા. દમયંતીની શુદ્ધ પ્રીતિ જોઈ પેલું નાગે આપેલ શ્રીફળ અને પેટી તરત બહાર કહાવ્યાં અને તેમાંથી વસ્ત્રાભૂષણ લઈ તેણે ધારણ કર્યા, એટલે તે પોતાના મૂળરૂપમાં આવી ગયે, પોતાના પતિને પ્રત્યક્ષ જોઈ દમયંતી તેના કંઠમાં વળગી પડી. પ્રેમના બંધથી બંધધાએલાં
એ દંપતી ઘણીવાર સુધી મુકતા થયાં નહિ. પછી નળરાજા પિતાને મૂળરૂપે બાહેર આવ્યું, તેને જોઈ રાજા ભીમરથ તેને
સ્નેહથી ભેટી પડે. પછીનળને રાજયસિંહાસન પર બેસાડી ભીમરથરાજાએ અંજળિ જોડી કહ્યું-“હે નૃપશ્રેષ્ટ, આ રાજયલક્ષમી અને અમારા પ્રાણ-એ બધું તમારૂં છે.” પછી દધિપર્ણરાજાએ નળની ક્ષમા માગી. અને તેની પ્રત્યે ઘણે પ્રેમ દર્શાવ્યું. તે સમયે પેલે ધનદેવ સાર્થવાહ ઘણી ભેટ લઈને ભીમરથરાજાને જેવાને આવ્યું. તે સાર્થવાહને એલખી દમયંતીએ તેને પૂર્વ ઉપકાર સંભારી પોતાના બંધુની