________________
(૪)
જૈન મહાભારત. મહેલના બીજા ભાગમાં ચાલી ગઈ અને રાજકુમારી એકાકિની ત્યાંજ ઉભી રહી.
પિતાને આવતાં સાંભળી રાજકુમારી સામી આવી અને વિનયથી પિતાને પ્રણામ કરી ઉભી રહી. વિનીત અને પ્રણત પુત્રીને જોઈ હૃદયમાં આનંદ પામતે પુત્રીવત્સલ મહારાજા રાજબાળાને ભેટી ઉત્કંગમાં લઈ એક સુશોભિત આસન ઉપર બેઠે. પવિત્ર પ્રેમને ધારણ કરનારો મહારાજા મંદહાસ્ય કરતે બોલ્ય–બેટા ! આજે તને કાંઈ પુછવાનું છે. જો કે, તારા જેવી કુલીન કન્યાને મારા એ પ્રશ્નને ઉત્તર આપતાં સ્વાભાવિક રીતે લજજા ઉત્પન્ન થાય તેવું છે, તથાપિ તારે મારા પ્રશ્નને યેગ્ય ખુલાસો આપ પડશે. કારણકે, તારા સ્ત્રીજીવનને બધે આધાર એ ખુલાસા ઉપર છે. વળી નીતિશાસ્ત્ર લખે છે કે, “આહાર અને વ્યવહારમાં લજજા છેડે તે સુખી થાય છે.”
પૂજ્ય અને ઉપકારી પિતાજી, આપના જેવા સંતાનશુભેચ્છક પિતા પિતાની સંતતિના શ્રેયને માટે સર્વદા તત્પર હોય, એમાં કાંઈ આશ્ચર્ય નથી. પિતાની સંતતિનું કેવી રીતે શ્રેય થાય? એ સવિચાર આપના હૃદયમાં સદા મ્ફર્યા કરે છે અને તેવી જ ધારણાથી આપને પ્રશ્ન ઉત્પન્ન થયેલ હશે. હે પૂજ્ય પિતા, ખુશીથી પુછે, હું યથાશક્તિ તેને ઉત્તર આપીશ. ” રાજબાળાએ લજજા અને નમ્રતાથી જણાવ્યું. પુત્રીનાં આવાં વિનીત વચને સાંભળી હદ