________________
મામે અને ભાણેજ.
( ૩૦૭). વાનું. જે કુળમાં સંપ છે, તે ઉન્નતિની નિશાની છે. અને જ્યાં કુળમાં કુસંપ તથા કલહ પરસ્પર ઉત્પન્ન થાય છે, તે અવનતિ–અથવા પડતીનું ચિન્હ છે. જેના હૃદયમાં પિતાના સગાત્રજન ઉપર ઈર્ષ્યા ઉત્પન્ન થઈ, તે કુલાંગાર કહેવાય છે. એવા અધમ અને કુલાંગાર પુરૂષથીજ ભારતભૂમિ પરાધીનતાનું મહાકષ્ટ ભેગવે છે. ધૃતરાષ્ટ્રને પુત્ર દુર્યોધન તે કુલાંગ થયું હતું. તેના હૃદયમાંથી બંધુ પ્રેમને નાશ થયા હતા. ઈષ્ય અને દ્વેષથી તેના હદયમાં અંધકાર વ્યાપી ગયું હતું, અને તેથી તે અંધ બની ભવિષ્યમાં થ. નારી પોતાની અવનતિના માર્ગને પથિક બન્યું હતું.
દરેક મનુષ્યના હૃદયમાં કુમતિ અને સુમતિ બને રહેલાં છે. સુમતિ સંપત્તિનું કારણ છે. અને કુમતિ વિપત્તિનું કારણ છે. દુર્યોધનને વિપત્તિનું કારણ કુમતિ થઈ હતી. જે તેને ભવિષ્યમાં કષ્ટદાયક થઈ પડશે. કેઈ પણ સુજ્ઞ પુરૂષે દુર્યોધનના જેવી મલિન બુદ્ધિ કરવી ન જોઈએ. બીજાને ઉત્કર્ષ જોઈ હૃદયમાં ખુશી થવું જોઈએ. ઈષ્ય અને દ્વેષ એ નિકાચિત કર્મને બંધ કરાવે છે.
વળી આ પ્રસંગે નઠારી સબતનું ફળ કેવું વિપરીત થાય છે ? તે પણ જોવાનું છે. દુર્યોધનને પોતાના મામા શકુનિની નઠારી સેબત થઈ હતી. શકુનિ જુગારના દુર્થશનમાં આસક્ત હતા, અને તેથી તેણે પોતાના ભાણેજ દુર્યોધનને પાંડની સાથે જુગાર રમવાની કુયુક્તિ બતાવી