________________
(૨૯૨ )
જૈન મહાભારત.
કિનારા ઉપર ધ રાજનું યશેાગાન કરાવ્યુ હતુ. નકુળે પશ્ચિ મ દિશામાં જઇ સૈારાષ્ટ્ર દેશને તાબે કર્યો અને પછી પ્રભાસક્ષેત્રમાં આવી ત્યાં સ્નાન કરી શ્રી ચંદ્રપ્રભપ્રભુની આઠ પ્રકારની તથા સત્તર પ્રકારની પૂજા કરી તે સ્થળે ધમ કાર્ત્તિ ના પ્રભાવ વધાર્યું. શૂરવીર સહદેવ ઉત્તર દિશામાં વિજય કરવાને ગયા હતા. કાંઠેાજ તથા નેપાળ પ્રમુખ મેાટા મેાટા દેશોને જીતી તેણે હિમાલય સુધી યુધિષ્ઠિરની સત્કીત્તિ ફેલાવી. ત્યાં રહેલા કેટલાએક અધી રાજાઓનુ ઉત્થાપન કરી ધર્મિ રાજાઓનું સ્થાપન કર્યુ અને હીરા, માણેક તથા સુવર્ણ વગેરે અનગળ દ્રવ્ય સાથે લઇ તે પેાતાની રાજધાનીમાં પાછે. આન્યા હતા.
મામા, આ પ્રમાણે ચારે દિશાઓમાં પાંડવાએ માટે વિજ્ય મેળળ્યેા છે. અને તેમની જાહેાજહાલી આ જગમાં સારી રીતે થઈ છે. આવી તેમની મહાશિત મારાથી જોઇ શકાતી નથી, મારૂ હૃદય અત્યંત દુગ્ધ થયા કરે છે. મારી મ નવૃત્તિ ચિંતાથી આતુર થઇ ગઇ છે, વિશેષમાં વળી અર્જુ - નની પત્ની સુભદ્રાએ શુભ મુહૂર્તો એક સુ ંદર પુત્રને જન્મ આપ્યા છે. તે વીર ખાળકનું નામ અભિમન્યુ પાડવામાં આવ્યું છે, અન્ય સંપત્તિની સાથે આ પુત્રસત્તિએ તેમના ભાગ્યની મહાન્ વૃદ્ધિ કરેલી છે. આ બધાના વિચાર કરતાં મારાં હૃદયમાં અતિશય શાક થાય છે. એ પાંડવાની પડતી કયારે થાય ? અને તેમને મહાન્ હાનિ શી રીતે થાય? એજ વિચાર મારા હૃદયમાં સ્ફુર્યા કરે છે.