________________
રાજ્યાભિષેક.
(૨૮૩ ) ળથી મણિચડને સાથે લઈ શત્રુજ્ય તીર્થ ઉપર આવ્યું હતું. ત્યાં અતિભક્તિથી જિનેશ્વરીને નમસ્કાર કરી અને પિતાના પ્રિય સંબંધી કૃષ્ણને મળવાને દ્વારકામાં આવ્યો હતે. અર્જુનને કૃણે ઘણા પ્રેમથી તેનું અતિથ્ય કર્યું, અને કેટલા એક દિવસ રાખી કૃષ્ણ પોતાની બહેન સુભદ્રાને અર્જુનની સાથે પરણાવી હતી. તે વિવાહ પ્રસંગે કૃષ્ણ હાથી, ઘોડા, રથ, મણિ અને માણિક્ય વગેરે ઉત્તમ વસ્તુઓ અર્જુનને ભેટ કરી હતી. કેટલેક વખત કૃષ્ણ સાથે આનંદથી રહ્યા પછી અર્જુન કૃષ્ણની રજા લઈ પિતાની પ્રિયા સુભદ્રાની સાથે વિમાનમાં બેશી હસ્તિનાપુરમાં આવ્યો હતો. તે વખતે તેની સાથે મણિચડ અને હેમાંગદ અને બેચનું મોટું સૈન્ય સાથે હતું. એવા મોટા રસાલાથી અર્જુન હસ્તિનાપુરમાં આવતાં તેને જોવાને લેકે શ્રેણુબંધ બાહર નીકળ્યા હતા. પાંડુરાજા, કુંતી અને તેના બંધુઓ અર્જુનના આવવાના ખબર સાંભળી ઉલટભેર દોડી આવ્યા અને સર્વે અર્જુનને પ્રેમથી ભેટી પડ્યા હતા. વીર અને વડીલોના ચરણકમલમાં વંદના કરી અને સર્વને કુશળ વાર્તા પુછી હતી. અર્જુનને જેવાને હજારો લેકે હસ્તિનાપુરની બજારમાં અને રાજદ્વારમાં એકઠા થયા હતા. સર્વ પ્રજાજનને અને રાજકીય વર્ગને મળી અને પિતાના રાજગૃહમાં ગયે હતે. અને પિતાના મિત્ર મણિચુડ અને હેમાંગદની સર્વને મૂલાકાત કરાવી. પછી સર્વ પિતાપિતાને સ્થાને ચાલ્યા ગયા.