________________
અર્જુન તીર્થયાત્રા.
(૨૮૧).
આર્યવીરને સ્મરણ્ય અને અનુકરણીય છે. વાચકે એ પણ આ પ્રકરણમાંથી તેજ સાર લેવાને છે. જે પિતાનામાં અસાધારણ શક્તિ હોય તે અન્ય આત્માને કેવી રીતે ઉપકાર થાય અને પરોપકારથી પિતાનું જીવન શી રીતે સાર્થક થાય? એ બાબત પૂર્ણ લક્ષ રાખી તેમાં તન, મન, અને ધનથી પ્રયત્ન કરી જોઈએ. પૂર્વકાળે એ ગુણ આર્ય પ્રજામાં સર્વોત્તમ ગણાતું હતું. અને સર્વ આર્યપ્રજા બાળથી તે વૃદ્ધ પર્યત પરેપકાર કરવામાં જ પ્રવૃત્ત થતી હતી.
પ્રિયવાચક બહેને, તમારે પણ આ પ્રકરણમાંથી પ્રભાવતીનું ચરિત્ર અનુકરણીય છે. મેઘનાદ વિદ્યારે પ્રભાવતીને ઘણું લલચાવી હતી, તથાપિ તે મહાનુભાવોએ પોતાના પતિવ્રતની દઢતા છોડી ન હતી. તેણીએ એટલે સુધી કહ્યું હતું કે, “ કદ ઇદ્ર આવે તો પણ હું મારા પ્રિયપતિના કરતાં અધિક માનતી નથી. મારા પતિની આગળ ઇદ્ર પણ નિર્માલય છે.” આવી અસાધારણ પતિભક્તિ દરેક શ્રાવિકોએ ધારણ કરવી જોઈએ. તન, મન અને ધનથી પતિ સેવા કરવી અને પતિની પવિત્ર આજ્ઞાને માન્ય કરવી એ સતી શ્રાવિકાઓને ધર્મ છે. પૂર્વકાળે શ્રાવક પ્રજામાં પ્રભાવતી જેવી અનેક શ્રાવિકાઓ પ્રગટ થતી હતી અને આ ભારતવર્ષ ઉપર આહંત ધર્મધારક શ્રાવક સંસાર પ્રકાશી નીકળતું હતું.
– ©