________________
નારદોપદેશ.
(૨૫૧) અને શિપ્રિનંદિતા નામે બે રાણીઓ હતી. તેઓમાં અભિનંદિતાને ચંદ્ર અને સૂર્યના જેવા બે તેજસ્વી પુત્રે થયા. તેઓમાં ચેષ્ટ કુમારનું નામ ઇદ્રુપેણ અને બીજા કુમારનું નામ બિંદુષણ હતું. તેઓ બંને અભ્યાસ કરીને સારા વિદ્વાન્ થયા. જ્યારે તેઓ વનવયને પ્રાપ્ત થયા, એટલે શ્રીષેણ રાજાએ કોઈ સુંદર રાજકુમારીઓની સાથે તેમને વિવાહ કર્યો. તે નગરમાં અનંગસેના નામે એક વેશ્યા રહેતી હતી. એ વારાંગના પોતાના અનુપમ સંદર્યથી તરૂણ પુરૂષના હૃદયને આકર્ષતી હતી. એ સુંદર વેશ્યાની ઉપર શ્રીષેણ રાજાના બંને પુત્ર આસક્ત થયા. એક સ્ત્રી ઉપર બંનેને રાગ હોવાથી તેઓના હૃદયમાં પરસ્પર દ્વેષ ઉત્પન્ન થયે અને તેથી તેઓ હંમેશાં અન્ય કલહ કરવા લાગ્યા.
આ વાત રાજા શ્રીષેણના જાણવામાં આવી એટલે એક વખતે રાજાએ બંને પુત્રને બોલાવીને કહ્યું–“વત્સ, નિંદ્ય કુળને ઉચિત એવું તમે આ શું કરવા માંડયું છે ? એક અધમ વેશ્યાને માટે તમે બંને સહેદર બંધુઓ કલહ કરો એ કાંઈ સારું ન કહેવાય. વારાંગનાઓ થોડા લાભને માટે એકને મુકી બીજાનું સેવન કરે છે. તેને વિષે આવી પ્રીતિ કરવી તે શું તમારા જેવા કુલીન કુમારને ગ્ય છે? તે વેશ્યાના હૃદયમાં કદિ પણ પ્રેમ હેતે નથી. તે કઈ પણ પુરૂષ ઉપર આદ્ધ થતી નથી. તે હમેશાં મરૂદેશની ભૂમિની જેમ કેરી રહે છે. એવી અધમ સ્ત્રી જાતિ ઉપર કો બુદ્ધિ