________________
જૈન મહાભારત.
(૨૫૦)
એક વખતે પાંચે પાંડવા કૃષ્ણની સાથે એકાંતે બેશી વિવિધ પ્રકારની ધાર્મિક ગેાષ્ટી કરતા હતા. કૃષ્ણ તેમને ઉપદેશવાણી સંભળાવી પરમ આનંદ પમાડતા હતા. તેવામાં આકાશમાર્ગે નારદમુનિ આવી ચડ્યા. નેત્રને આનંદ આપનારી એ મહામુનિની મૂત્તિ જોઇ સર્વ આનંદ પામી ગયા. તેમને જોતાંજ કૃષ્ણ અને પાંડવા બેઠા થયા. અને મુનિને ચેાગ્ય સન્માન કરી આસન ઉપર બેસાડ્યા. પરસ્પર કુશળશાતા પૂછ્યા પછી વિદ્વાન્ નારદ મધુર વાણીથી નીચે પ્રમાણે બાલ્યા— વીરપુત્રા, તમારા વિવાહરૂપ મંગળને સાંભળી મને અતિ આનંદ પ્રાપ્ત થયા છે. તથાપિ તમને મારે એક ઉપદેશવાર્તા કહેવાની છે, તે તમે સાવધાન થઈને સાંભળે!~~~ “ આ સંસારમાં સ્ત્રીના માહ વિષમ છે. રમણીના મોહમાં મગ્ન થઈ અનેક પુરૂષો અધમ દશાને પામેલા છે. મહિલા એ શત્રુરૂપ મેઘને ઉલ્લાસ કરનારી વર્ષાઋતુ છે. બંધુઓના સ્નેહરૂપી વૃક્ષને દહન કરવાને દાવાનળની જવાળા જેવી છે, અને સંખ ધીઓના અંત:કરણરૂપ સરિતાના પ્રવાહને તાડનારી ટેકરી છે, એવી સ્ત્રીજાતિમાં પુરૂષે અતિ આસક્તિ રાખવી ન જોઇએ. પુરૂષને પરાધીન કરનારી કાંતા આખા કુટુ અને સંહાર કરવામાં કારણભૂત થાય છે. તે વિષે એક પૂર્વની કથા પ્રખ્યાત છે, તે એક ચિત્તે સાવધાન થઈને સાંભળેા.
આ ભરતખંડમાં રત્નપુર નામે એક નગર છે. તે નગર ઘણું સમૃદ્ધિવાળુ છે. તેમાં એક શ્રીષેણુ નામે રાજા થયા હતા. તે ન્યાયી અને પરાક્રમી હતા. તેને અભિનિદિતા