________________
રાધાવેધ,
(૨૩૭ ) ળાના પ્રભાવથી પાંચે પાંડવોના ગળામાં એકેક માળા આરે. પિત દેખાઈ. દ્રૌપદી સંભ્રાંત થઈ ગઈ. તે વખતે આકાશમાં અદશ્ય વાણી પ્રગટ થઈ કે “ હે રાજકન્યા, તેં ઘણું સારું કર્યું. એ વાતમાં કોઈ શંકા કરશે નહીં. તું પાંચ પુરૂષની પત્ની થયા છતાં શુદ્ધ પતિવ્રતા કહેવાઈશ.” - રાજા દ્રુપદ શંક્તિ થયે. તેણે મનમાં વિચાર્યું કે,
એક પુત્રી પાંચ પાંડને કેમ અપાય ? એમ કરવાથી જગતમાં હું ઉપહાસ્યને પાત્ર થઈશ.”
રાજા દ્રુપદ તે ચિંતાજ કરતો રહ્યો અને સર્વ સભ્ય જોએ અર્જુનના વીરત્વની પ્રશંસા કરવા માંડી. પ્રતિપક્ષી એની મુખમુદ્રા ઉપર શ્યામતા પ્રસરી ગઈ. દુષ્ટમતિ દુર્યોધન ખિન્નવદન થઈ ગયે. તટસ્થ પુરૂષના મુખથી અર્જુનની
સ્તુતિના શબ્દો પ્રગટ થવા માંડ્યા. દ્રોણાચાર્ય પોતાના પ્રિય શિષ્યની ફતેહ જોઈ હૃદયમાં અત્યંત આનંદ પામ્યા. પિતાને શ્રમ સફળ થયેલે જાણુ, ગુરૂ દ્રોણાચાર્ય જીવનની સાર્થકતા માનવા લાગ્યા. રાધાવેધની મહાવિદ્યાનો પ્રભાવ સર્વ સ્થળે પ્રસરી ગયે.
–
©મ