________________
(રર૦)
જેને મહાભારત. થાઉં છું. તથાપિ મારે તમને એટલી પ્રાર્થના કરવાની છે કે, તમારી મારી તરફ જે પ્રીતિ છે, તે તમારે અંત પર્યત નભાવવી. જે પ્રીતિ યાજજીવિત પ્રતિબદ્ધ રહે તેજ ખરેખરી પ્રીતિ કહેવાય.” દુર્યોધન બે -મિત્રવર્ય કર્યું, તે વિષે તું નિશ્ચિંત રહેજે. આપણી મિત્રી યાજજીવિત નાશ પામવાની નથી. હું તારી મૈત્રીને સદા નભાવીશ. એવું હું તને વચન આપું છું.' દુર્યોધનના આ વચને સાંભળી કર્ણ ગર્જના કરી બે-મિત્રરાજ, હવે હું નિશ્ચિત થયે છું. હવે મારે કહેવું જોઈએ કે, અર્જુનની પ્રશંસા થતી જોઈ મારા અંતઃકરણમાં એ તાપ થયે છે કે એ તાપ અર્જુનની સાથે યુદ્ધ કર્યા સિવાય શાંત થશે નહિં.
કર્ણના આ વચને સાંભળી અર્જુન ક્રોધાવેશમાં આવી ગયે. તેણે સિંહવત્ ગર્જના કરી કહ્યું. “ કર્ણ, તારા આ બોલવા ઉપરથી જણાય છે કે, તને તારી પિતાની સ્ત્રીઓના નેત્રમાંથી અશુની ધારાઓ વહન કરાવવાની ઈચ્છા થઈ છે. મારા યશરૂપી સમુદ્રમાં તું શા માટે ડુબી મરે છે?”
અર્જુનના આ શબ્દો સાંભળી કર્ણને ભારે ક્રોધ ઉત્પન્ન થયે. તે રાતા નેત્ર કરી બેલ્ય-“અરે અર્જુન, શરદરૂતુના મેઘની જેમ વૃથા ગર્જના શામાટે કરે છે? તારા વચન સાંભળીને હું અહી જવાને નથી. તારામાં હિંમત હોય તે આવી જા. હમણાજ હું તારા અંહકારરૂપ પર્વતને તોડી પાડીશ.” કર્ણના આ વચને સાંભળતાંજ અર્જુન રેષાવેશમાં આવી