________________
(ર૧૪)
જૈન મહાભારત. કમ જેવાને પિતપોતાની બેઠકો ઉપર આવી બેઠી. બધું યથાર્થ રીતે સજજ થયા પછી દ્રોણાચાર્ય અને કૃપાચાર્ય પિતાના શિને સાથે લઈ સભામાં પધાર્યા. અને પિતપે-- તાના આસન ઉપર બેઠા.
સભાસ્થાન સંપૂર્ણ ભરાયા પછી દ્રોણાચાર્ય મેઘના જેવા ગંભીર સ્વરથી બલ્યા–“હે રાજકુમારે! આજે તમારી પરીક્ષાને માંગલિક દિવસ છે. તમેએ. આજસુધીમાં જે જે કળાઓ અને અસ્ત્રશસ્ત્રમાં પ્રવીણતા મેળવી છે તે બતાવવાને આજ તમે તત્પર થાઓ અને બધા. પ્રેક્ષકોને આનંદ આપે.” ગુરૂ દ્રોણાચાર્યની આજ્ઞા થતાં જ સર્વ રાજપુત્ર તૈયાર થઈ ગયા. કેઈ મન્મત્ત હાથી ઉપર બેશી ધનુર્વિદ્યાની કુશળતા બતાવવા લાગ્યા. કેઈ ભાથામાંથી બાણ કાઢી સભાજને ચકિત થાય તેવી રીતે નિશાને ઉડાડવા લાગ્યા. કેઈ ત્વરાથી આકાશમાં ઉપરા ઉપરી બાણવૃષ્ટિ કરવા લાગ્યા. કેઈ સાથમાં બેશી એવું યુદ્ધ ચાતુર્ય બતાવવા લાગ્યા કે જે જોઈ સર્વ સભ્યજને આશ્ચર્ય પામી ગયા. કેઈ વિરકુમાર ગદાયુદ્ધમાં પોતાનું પાંડિત્ય દર્શાવા લાગે કે અશ્વકળામાં કુશળતા દેખાડવા લાગ્યા. અને કેઈ અસિ ફેરવવામાં નિપુણતા પ્રસિદ્ધ કરવા લાગે. આવી રીતે જેને જેટલી વિદ્યા આવડતી હતી, તેણે તેટલી પ્રસિદ્ધ કરી બતાવી. આ પ્રમાણે કુમારનું પરાક્રમ જોઈ બધા લેકે તેમને ધન્યવાદ આપવા લાગ્યા.