________________
(૨૦૬ )
જૈન મહાભારત.
આપે મારી પાસેથી ગુરૂદક્ષિણા માગી લીધી. એકલવની આવી ગુરૂભક્તિ જોઇ તે સમયે દેવતાઓએ આકાશમાંથી તેનીપર પુષ્પની વૃષ્ટિ કરી, ત્યારે દ્રોણાચાય અતિ વિસ્મય પામી તેને પ્રેમથી આલિંગન આપી એલ્યા “ હે વત્સ ! તારી અનુપમ ગુરૂભક્તિ જોઇ હું તારી ઉપર અતિ પ્રસન્ન થયા છેં. માટે તને વરદાન આપુ છું કે, “તારે અંગુઠો નથી તેપણ તારે હાથે નિશાન કદિપણુ વ્યર્થ જવાનું નથી. તું માત્ર આંગળીએથી ધનુષ્ય ખે ચવાને સમર્થ થઇશ. ” આવું વરદાન આપી ગુરૂ દ્રોણાચાર્ય અર્જુનને સાથે લઇ ત્યાંથી પાછા ફર્યા.
,,
,,
મામાં ચાલતા અર્જુને દ્રોણાચાર્ય ને પ્રશ્ન કર્યા. શુરૂમહારાજ ! આ કાળીની આપની ઉપર આવી ભક્તિ અને શ્રદ્ધા છતાં આપે તેને ન ભણાબ્યા, તેનું શું કારણ દ્રોણાચાર્યે કહ્યું, “વત્સ અર્જુન ! મેં તને પ્રથમથીજ વચન આપ્યું હતું કે, તારા વિના ખીજા કાઇને મારી સમગ્ર વિદ્યા ભણાવવાના નથી; માટેજ મે તેને ભણાવવાની ના કહી. જોકે તે એકલવ મારા પૂર્ણ ભક્ત છે. તેણે મારી આજ્ઞા પ્રમાણે મને ગુરૂદક્ષિણા આપી તથાપિ તેની ઉપેક્ષા કરવાનુ કારણ એ છે કે, આ જગમાં મારા શિષ્યેામાં શસ્ત્ર તથા અસ્ત્રવિ થામાં તારા કરતાં બીજો કાઇ અધિક થાય નહીં. ગુરૂના આ વચના અર્જુનને સુધા સમાન લાગ્યા. તેણે પેાતાના મનમાં વિચાયુ : કે, “ ગુરૂ દ્રોણાચાર્યની પ્રીતિ મારી ઉપર ઘણી છે.
?
ܕܐ