________________
ગુરૂભક્તિને મહિમા.
(૨૩) તારાથી અધિક પરાક્રમી કઈ મારે શિષ્ય નથી.” દ્રોણાચાર્ય ચક્તિ થઈને કહ્યું. “જે આપ મારી સાથે વનમાં ચાલે તે હું આપને પ્રત્યક્ષ બતાવું” અને ખેદ સહિત જણાવ્યું. પછી દ્રોણાચા “ચાલે આપણે જઈએ” એમ કહ્યું અને તેઓ બંને તૈયાર થઈ તે વનમાં ગયા. પેલો એકલવ પિતાની ચાલાકીથી વિવિધ પ્રકારે નિશાનબાજી રમતે હતે. એક વૃક્ષની એથે રહી તેમણે છૂપી રીતે તેનું ચાપચાતુર્ય જોયું. તે જોઈ દ્રોણાચાર્ય હદયમાં અતિ આશ્ચર્ય પામી ગયા. પછી બંને પ્રગટ થઈ તે બાણાવળી કળીની પાસે ગયા. દ્રોણાચાઈને પ્રત્યક્ષ જોઈ તે એક્લવ તેમના ચરણમાં પડે. દ્રોણાચાર્યે તેને બેઠે કરી આલિંગન આપી પાસે બેસાડીને પુછયું, “વત્સ ! આવી અદ્ભુત ધનુર્વિદ્યા તું તેની પાસે શીખે છે? તારી ધનુર્વિદ્યાની કળા જોઈ હું અતિશય આનંદિત થયો છું.” એકલવે પ્રસન્નવદને જણાવ્યું-“હે મહાનુભાવ! તમે પોતે જ મારા ગુરૂ છે. મહાધનુર્ધર જગદ્ગુરૂ દ્રોણાચાર્યને હું શિષ્ય છું. મારું આ ધનુર્વિદ્યાનું કૌશલ્ય આપની પ્રસાદી છે.” એકલવનાં આવાં વચન સાંભળી દ્રોણાચાર્ય આશ્ચર્યથી બેલ્યા- “અરે કિરાત! સત્ય કહે. અસત્ય ભાષણ કરવામાં કાંઈ સાર નથી. મેં તને કેઈ સમયે પણ વિદ્યાભ્યાસ કરાવ્યું નથી. તેમ છતાં તું મારું નામ કેમ લીયે છે”! એકલવા ઉત્સાહથી બેલ્ય-ગુરૂ મહારાજ! આપને મારી વાત આશ્ચર્યકારી લાગે છે, એ ખરૂં છે. મારું વૃત્તાંત સાંભળે. એક દિવસે મેં આપની પાસે આવી અતિ વિનયથી
શા શિખ્ય કાવનાં આવાં
સત્ય કહે.