________________
ગુરૂ લાભ.
(૧૨૯)
તે વૃદ્ધ પુરૂષે કેટલીએક સળીએ હાથમાં લઇ તેને મંત્રી ‘આ સળીએ તમારા ઈંડા લાવી આપશે ’ એમ કહી તેમાંથી એક સળી કુવામાં નાંખી. તે સળીએ માણુની પેઠે તે દડા વીધી લીધા. પછી બીજી સળી કુવામાં નાંખી, તે પ્રથમની સળીને જઇને ચોંટી. એ રીતે કેટલીએક સળીએ નાંખી તે વૃધ્ધે દડાને બાહેર કાઢયા. તેનું આ અદ્ભુત કૃત્ય જોઇ સ રાજપુત્રો વિસ્મિત થઇ ગયા. તેમણે તે વૃદ્ધને હાથ જોડીને કહ્યુ, “ મહાનુભાવ! અમે ધનુર્વિદ્યાના અનેક આચાર્યા જોયા છે; પરંતુ આપના જેવા કોઇ અમારા જોવામાં આવ્યા નથી. આપની અદ્દભુત કૃતિ જોઇને અમે સર્વે સંતુષ્ટ થયા છીએ. હે ધનુર્વિદ્યાવિશારદ મહાશય ! અમે આપના દાસ છીએ. કાંઇ પણ ઇચ્છા હોય તે। કૃપા કરી આજ્ઞા કરે. આપની આજ્ઞા પાળવાને અમે તત્પર છીએ. ” તે વૃદ્ધે પ્રસન્ન થઇ ખેલ્યા“ વત્સા ! તમે કુવંશના ખાળક છે. તેથી તમારામાં આવે વિનય હાય તેમાં કાંઇ આશ્ચર્ય નથી. તમારી વિદ્યાઉપર પ્રીતિ જોઇ હું તમને હૃદયથી આશીષ આપું છું કે, તમે તમારા કુરૂવ’શના આભૂષણરૂપ થાઓ. તમારા અંત:કરણમાં સદા સદ્દબુદ્ધિ રહેા. અમે તમને તમારા લક્ષણ ઉપરથી આળખી લીધા છે. કુરૂવ’શના બાળકેા કેવા જોઇએ ? એ બધાં લક્ષણા તમારામાં સ્વત: પ્રાપ્ત થયાં છે. ઘણા દૂરથી ચાલ્યા આવતા એવા અમાને તમારા વિનયના દર્શનથી શાંતિ મળી છે; પરંતુ તમારા ધનુવે દના આચાય કાણુ છે, તેના દર્શી ન કરવાની મને ઘણી ઈચ્છા થઈ છે. કારણ કે, તેઓ મારા સંબધી થાય છે.