________________
વૈરબી જ.
(૧૮૩ ) આવા આવા દુર્યોધને અનેક મારણ પ્રયોગ કર્યા, પણ પુણ્યવંત ભીમને તેનાથી કાંઈપણ થયું નહિ. પિતાના બંધુ દુર્યોધને પિતાને માટે આવા મારણ પ્રયોગ કર્યા છે, એ વાત ભીમના જાણવામાં આવી હતી, તથાપિ તે ભેળા દિલના ભીમે એ વિદથી કરતે હશે એમ વિચારી દુર્યોધનની ઉપર કાંઈ પણ રીસ કરી નહિં અને તે ક્ષમા કરી રહ્યો. આનું નામજ મહત્તા કહેવાય છે. બીજા પિતાને અપકાર કરે, તે છતાં તે તરફ ઉપેક્ષા રાખી તેને ક્ષમા આપવી એ દીવ્ય ગુણ છે. એ દીવ્ય ગુણ પાંડુના વચલા પુત્ર ભીમની અંદર રહેલો હતો. અને તેનું વ્યવહારિક ચારિત્ર આખરે ઉજવલ કહેવાયું હતું.
પ્રિય વાંચનાર ! આ પ્રકરણને ધાર્મિક અને નૈતિક પ્રભાવ શો છે? તેને વિચાર કરજે. કેર અને પાંડેની વચ્ચે જે વેરબીજ વવાણું છે, તેના કારણનું સ્પષ્ટીકરણ તારા હૃદયમાં થઈ ગયું હશે, તથાપિ તારા વ્યવહારમાર્ગમાં તેનું પુનઃ સ્મરણ કરાવા તે વિષે વિશેષ કહેવાની જરૂર છે.
જે માણસ ભવિષ્યમાં નઠારો થવાનું હોય, તેની પ્રકૃતિની છાપ તેના હદય ઉપર બાલ્યવયમાંથી જ પડે છે. તથાપિ જે તે પર ઉત્તમ શિક્ષણનું સિંચન કરવામાં આવ્યું હોય તે તે છેડે ઘણે અંશે પણ તે પ્રકૃતિની સુધારણા થઈ શકે છે. એવું શિક્ષણ આપવું, એ માબાપને સ્વાધીન છે. જે માતા પિતા પિતાની સંતતિને સગુણું બનાવવાને ખંતીલા હોય