________________
(૧૮૨)
જેન મહાભારત. આ પ્રમાણે દુર્યોધન એકાંતે અનેક દુષ્ટ વિચારે પિતા ના મનમાં કરવા લાગ્યા. પછી સંકેત કરી ભીમને મારવાને લાગ જેવા લાગ્યો.
એક વખતે બધા ભાઈઓ ગંગાના તાર ઉપર રમવા ગયા. પરાક્રમી ભીમ તેઓમાં કીડા અને ભેજનમાં સર્વોપરી થતું હતું. કીડા કરતાં કરતાં ભીમ શ્રમિત થઈ ગંગાના. શીતળ પવનની હેરમાં સુઈ ગયો. તેને ગાઢ નિંદ્રા આવી ગઈ. તે વખતે કુવિચારી દુર્યોધને ભીમને નિદ્રાધીન ઈ વેલાએથી બધી જળમાં ફેંકી દીધે, તેજ તે જાગ્રત થઈ ગયે અને કાચા સૂત્રના તંતુની જેમ વેલાના બંધને તેડી ગંગાજળમાં સ્નાન કરી મદન્મત્ત હાથીની પેઠે બાહેર આ. અને આમ કેણે કર્યું તેની ખબર પડી નહિં તેથી ચુપ રહે. વળી ફરીવાર કઈ પ્રસંગે તેવાજ સ્થળમાં ભીમ નિદ્રાધીન થયે, ત્યારે દુષ્ટ દુર્યોધને તેના અંગ ઉપર ઝેરી સર્પ નાંખ્યા. સર્પોએ ધાવેશથી ભીમના અંગ ઉપર દંશ માર્યા, પણ તે વજ દેહી વીરની ત્વચા વીંધાઈ નહિં. પછી જ્યારે જાગ્રત થયે, ત્યારે તે બધા કુર સર્પોને તિરસ્કાર કરી પિતાના અંગ ઉપરથી ઘસડીને તેણે દૂર ફેંકી દીધા.
વળી કોઈ પ્રસંગે ભેળા હૃદયના ભીમના ભેજનમાં દુર્યોધને અતિ ઉગ્ર વિષ નાંખી દીધું. પણ ભીમને તેથી ઉલટું જ થયું. પુષ્ટિકારક રસાયણની જેમ તે વિષજનથી ભીમના શરીરને વિશેષ પુષ્ટિ મળી.