________________
વૈરબી જ.
(૧૭૫) ભળાવે. ધૃતરાષ્ટ્રના આ પ્રશ્નનો ઉત્તર જોષીઓએ છાની રીતે વિદુરને કહ્યો. એટલે વિદુરે સ્પષ્ટતાથી કહ્યું, બંધુ ધૃતરાષ્ટ્ર! જે તમે પોતાના કુળની કુશળતા ચાહતા હો તે એ પુત્રને ત્યાગ કરવો જોઈએ. કુળનું નિકંદન કરનારે પુત્ર શા કામને ? તે તે વૈરી કહેવાય. જે કુંડળે પહેરવાથી કાનને પીડા થાય તે કુંડળાને તરત કાઢી નાંખવા જોઈએ. નીતિશાસ્ત્રમાં લખે છે કે, “એકનો ત્યાગ કરવાથી જે આખા કુળની રક્ષા થતી હોય તે તેને ત્યજ જોઈએ. કુળને ત્યાગ કર્યોથી જે આખા ગામની રક્ષા થતી હોય તે તે કુળને મુકી દેવું જોઈએ. એક ગામને ત્યાગ કરવાથી આખા દેશનું રક્ષણ થતું હોય તે તે ગામને સ્વીકાર કરે ન જોઈએ અને સર્વને ત્યાગ કરવાથી જે પિતાનું રક્ષણ થતું હોય તે તેમ અવશ્ય કરવું જોઈએ.” આવા નીતિશાસ્ત્રને અનુસરી આપણું કુળની રક્ષા કરવા સારૂ એક દુર્યોધનને ત્યાગ કરવામાં કાંઈ દોષ નથી.
વિદુરનાં આવાં વચન સાંભળી પુત્રપ્રેમી ધૃતરાષ્ટ્ર મન ધારણ કરી રહ્યો. એ વાત તેને રૂચિકર ન લાગી. તે વખતે સમબુદ્ધિ પાંડુરાજા બે -“વિદુર ! એ વધારે પડતી વાત છે. જે પુત્રથી કુળને ક્ષય થતો હોય તે પછી કુળની વૃદ્ધિ કરનાર કોને કહે ? સૂર્યને ઉદય થવાથી જે આકાશમાં અંધકાર રહેતું હોય તે આકાશને પ્રકાશ કરનાર બીજા કોને કહે? એ પુત્ર દુર્યોધન ઘણું માનતાઓથી ઉત્પન્ન થાય છે, માટે પુણ્યવાજ હવે જોઈએ. જો કે તેને