________________
અવનવાસની વિટંબણું, અભયદાન અને જીવિતદાન, દુર્યોધનને બળાપે, ચેતવણી, વનવાસમાં વિજ્ય, કમળનું ફૂલ અને અપકાર પ્રત્યે ઉપકાર–એ સત્યાવીશથી, છત્રીશ પ્રકરણ સુધીના પ્રસંગે વિવિધ બેધને પ્રકાશ કરનારા અને હૃદયમાં રસને પૂરનારા છે. તેમાં ખાસ કરીને અપકારને બદલે ઉપકાર કરવાનો મહાગુણ ધર્મવીર યુધિષ્ટિરના ચરિત્રમાંથી પ્રકાશિત થવાને પ્રસંગ અતિ સુબોધક અને નીતિષિક છે. તેની સાથે વચમાં વચમાં અર્જુન અને ભીમસેનની બ્રાતૃભક્તિનું પૂર્ણ દર્શન થાય છે. લઘુજન ગુરૂજનનું કેવું માન રાખતા, એ પ્રાચીન પ્રવ‘ર્તનનો દેખાવ તે સ્થળે ઘણે હૃદયવેધક ચીતર્યો છે.
- સાડત્રીશમા પ્રકરણમાં ધર્મારાધનના પ્રભાવને ચમત્કારીક પ્રસંગ છે. પાંડવો જ્યારે દુર્યોધનના ઉપદ્રવોથી મુંઝાયા, ત્યારે તેમણે ધર્મનું શરણ લીધું હતું અને તેથી સૌધર્મ દેવલેકવાસી એક દેવતાએ આવી તેમનું રક્ષણ કર્યું હતું. આ પ્રસંગ આહતધર્મના આસ્તિકાને મનોરંજક થઈ પડે તે છે. તે પછી આડત્રીશમા પ્રકરણમાં વિરાટરાજાના સાળા કીચકનો દુષ્ટ ઈરાદાના દુષ્ટ ફળને પ્રસંગ આવે છે. શીળવતી દ્રૌપદીના શીલનું સંરક્ષણ અને કુશીલ કીચકને પ્રાપ્ત થયેલ કટુફળ ઉત્તમ પ્રકારના બ્રિતિક બેધને દર્શાવે છે. પરસ્ત્રીને કુદષ્ટિથી અવલોકન કરનારા ઉન્મત્ત યુવાનોને આ પ્રસંગ ખરેખર શિક્ષણીય છે. ત્યારબાદ ઓગણચાળીશમા પ્રકરણમાં વિરાટપુરમાં વસતા પાંડને પ્રકાશ જાહેર થાય છે. અને તે પછીના ચાળીશમા પ્રકરણમાં વિદુરના વૈરાગ્યનું સુબોધક વર્ણન આપવિામાં આવેલું છે. આ અસાર સંસારના સ્વરૂપ ઉપર વિવેકી વિદુરે પતાના જે વિરક્ત વિચારો દર્શાવ્યા છે, તે ભવાટવીમાં ભમનારા જીવોને ખરેખર વિચારણીય છે, દુરાગ્રહી દુર્યોધને જ્યારે વિદુરના વચને માન્ય કર્યા નહિ, ત્યારે વિદુરના પ્રબુદ્ધ હૃદયમાં ખરેખરે નિર્વેદ પ્રગટ થઈ આવ્યો હતો. તે વખતે તે મહાનુભાવે જે હૃદયના નિદમય ઉદ્દગાર