________________
( ૧૧૪ )
જૈન મહાભારત.
પેાતાના ઉત્સંગમાં બેસારી કહ્યું, “વત્સ ! તું સ્વેચ્છા પ્રમાણે વવાથી અતિ દુળ થઇ ગયા છે. તારી દુબ ળ આકૃતિ જોઇ મારૂ હૃદય ખળે છે. હવે તું માહેર ફરવું છેાડી દઇ સ્વસ્થાનમાં રહે, અને અનેક જાતની કસરત કરી તારા શરીરને સુધારાપર લાવ, એથી તારા શરીરમાં બળ આવશે. તે સાથે ઘરમાં રહી નવી નવી કળાઓના અભ્યાસ કર. તથા જે પૂર્વે તુ ધનુવે દાદિ ભણેલા છે, તેને સંભાળ. ” રાજા સમુદ્રવિજયનાં આવાં વચનથી વસુદેવના હૃદય ઉપર તેની સારી અસર થઇ અને તે રાજાની આજ્ઞા પ્રમાણે વવાને એકજ સ્થળમાં રહ્યો.
એક વખતે કાઈ સુંદર દાસી હાથમાં સુગંધી ચંદન લઇ રાજા સમુદ્રવિજય પાસે જતી હતી. તેણીને શિવારાણીએ રાજા સમુદ્રવિજયને ચંદનનું લેપન કરવા મોકલી હતી. તે દાસી વસુદેવના મેહેલ આગળ થઇ પસાર થઇ એટલે વસુદેવે મશ્કરીથી તેણીની પાસેથી તે વિલેપન છીનવી લીધુ ત્યારે દાસી ક્રોધ કરી એલી–“રાજપુત્ર ! મહારાજા સમુદ્રવિજયે તમને એક સ્થળે રહેવાની આસનકેદ આપી તથાપિ તમે તમારી કુટેવ છેડી નહીં. ” દાસીનાં આ વચન સાંભળી વસુદેવે આશ્ચર્ય પામી પુછ્યું કે, “ દાસી ! તુ ખરેખરૂ કહે, રાજા સમુદ્રવિજયે મને આ એકજ સ્થળે શામાટે રાખ્યા છે?” પછીદાસીએ બધી વાત કહી સંભળાવી એટલે વસુદેવને રીસ ચડી અને તેજ રાત્રે તે મેહેલમાંથી છુપી રોતે ચાલ્યેા ગયે. રાજાને એ વાતની જાણ થવાથી તેણે ઘણા માણસને તેની