________________
કંસ અને અવયશા.
(૧૧૩) માંથી બેલાવ્યું અને તેને પિતાના નગરમાં રાખી તેની બરદાસ કરી. - અહિં રાજા સમુદ્રવિજય કંસનું હિત કરી પિતાની રાજધાની શર્યપુરમાં લાવ્યા, ત્યાં લોકોના ટોળેટોળાં તેની પાસે ફરીયાદ કરવા આવવા લાગ્યા. નીતિમાન સમુદ્રવિજયે લોકોને ફરીયાદ કરવાનું કારણ પુછયું, એટલે તેઓએ જણાવ્યું -“મહારાજા! તમારા જેવા નીતિમાન રાજા. રાજ્ય કરતા છતાં અમે બહુ દુ:ખી છીએ. આપના નાનાભાઈ વસુદેવ ઘણું સુંદર સ્વરૂપવાળા છે. તેઓનું રમણીય રૂપ જોઈ અમારી સ્ત્રીઓ તેની પર મોહિત થઈ પિતપોતાનાં ઘરબાર મુકી તેની પાછળ રખડ્યા કરે છે. તેઓનાં હૃદય વસુદેવમાં એવાં લગ્ન થઈ ગયાં છે કે, તે મેહિત મહિલાઓ અમારી કાંઈપણ વાત કાને ધરતી નથી. તેઓનું મન ગૃહકાર્યમાં લાગતું નથી. હે મહારાજા! આ મહાકણમાંથી અમારું રક્ષણ કરે. એ મહાદુઃખ અમારાથી સહન થતું નથી. અમે સજીવ છતાં નિર્જીવ જેવાં થઈ ગયા છીએ.”
લેકના મુખથી આવી ફરીયાદ સાંભળી રાજા સમુદ્રવિજયે કહ્યું, “પ્રજાવ! તમારા કષ્ટની વાત સાંભળી હું દિલ. ગીર થયો છું. સર્વ પ્રકારે ભેજના કરી હું તમારા હેમ્પનું નિવારણ કરીશ.” આ પ્રમાણે કહી સર્ષને આશ્વાસન આપી સમુદ્રવિજયે પોતાના બંધુ વસુદેવને પાસે બેલા. તેને