________________
* અઢારમા પ્રકરણમાં ગુરૂભક્તિનો મહિમા એટલે બધે ચિત્તાકર્ષક છે, કે જે વાંચવાથી વાચકનું હૃદય ભક્તિના પ્રવાહમાં તર્યા કરે છે. દ્રોણુંચાર્યની મૃત્તિકાની પ્રતિમા સ્થાપી તેની સમક્ષ કિરાતપુત્ર એકલવે કરેલા ધનુવિદ્યાનો અભ્યાસ, અને તે અભ્યાસમાં તેનું સાફલ્ય એ પ્રસંગ આસ્તિક ગુરૂ ભક્ત પુરૂષોને ઉમંગદાયક થઈ પડે છે. એ ઉપરથી ભાવનાને મહિમા સિદ્ધ થાય છે, અરિહંત પ્રભુની પ્રતિમા સન્મુખ ઉત્તમ ભાવને ભાવનારા ભાવિક ભક્તો ઉત્તમ ફળ મેળવી શકે–એ વાતને સારી પુષ્ટિ મળે છે અને શુદ્ધ ભાવથી જે જે ક્રિયા કરવામાં આવે તે સફળ થયા વિના રહેતી નથી એ સાત્વિક સિદ્ધાંત પણ સિદ્ધ થાય છે.
ઓગણીશમા પ્રકરણમાં કુમારપરીક્ષાનો પ્રસંગ છે. તેમાં અર્જુન, કર્ણ અને દુર્યોધનના વીરત્વની પરીક્ષાની વાર્તા વીરરસને આવિર્ભાવ કરી પ્રાચીન પદ્ધતિનું ઉત્તમ દર્શન કરાવે છે. પ્રાચીન આર્યજને પિતાના પુત્રોને વિદ્યા-કળાની ઉન્નતિ સપાદન કરવાને કેવા પ્રયત્ન કરતા હતા એ વાતનું પણ પૂર્ણ નિરીક્ષણ આ પ્રસંગે થાય છે.
વશમા પ્રકરણમાં રાધાવેધને પ્રસંગ આવે છે. તેની અંદર અને નની ધનુર્વિદ્યાની પ્રવીણતાની પરાકાષ્ટા દર્શાવી છે. મહાવીર અને રાધાવેધ કરી ભારતની વીર પ્રજાને ચક્તિ કરી નાખી હતી. તે વખતે પોતાના પ્રિય શિષ્યની ફત્તેહ જોઈ ગુરૂ દ્રોણાચાર્યના હૃદયમાં જે આનંદ ઉદ્દભવ્યા હતા, તે આનંદ પૂર્વના ગુરૂશિષ્યનો અપૂર્વ નમુને છે.
સર્વત્ર બચન્વિત રિવ્યાપુત્રાત્પર ગય” આ મહાવાક્ય આ સ્થળે અક્ષરે અક્ષર સત્ય થાય છે. 1 એકવીશમા પ્રકરણમાં કૌપદીના પૂર્વભવની વાર્તાને પ્રસંગ આવે છે, જે પ્રસ્તુત પ્રસંગને ઘણી સારી પુષ્ટિ આપે છે. “કૈપદી પૂર્વભવમાં શુકમાલિકા હતી. શુકમાલિકા સાધ્વીઓના સહવાસમાં રહી ધર્મ