________________
ગર્ભગેપન.
(૯) પાંડના મુખથી આ બધી વાર્તા સાંભળી કુંતી સાનદાશ્ચર્ય થઈ ગઈ. તેણીએ તે ચમત્કારી મુદ્રિકા જેવાને પાંડુના હાથને ગ્રહણ કર્યો અને તેનું સૂક્ષ્મ રીતે અવકન કરી પોતાના પતિને સમાગમ કરાવનાર તે મુદ્રિકાનો તેણીએ હૃદયથી ઉપકાર માન્યો.
પ્રકરણું ૧૨ મું.
ગર્ભ ગોપન. કુંતીની માતા સુભદ્રા ઉત્તમ પ્રકારની માતા હતી. માતા તરીકેના જેવા ગુણે જોઈએ તે બધા ગુણે તેનામાં પ્રાપ્ત થયા હતા. તેણીએ સારી ખંત ધરી પિતાની પુત્રી કુંતીને કેળવણી આપી હતી. તે સાથે તે ભવિષ્યમાં એક ઉત્તમ પ્રકારની ગૃહિણી બને એવી તાલિમ આપવામાં તત્પર રહેતી હતી.
કુંતી કઈ યોગ્ય પતિને પ્રાપ્ત થાય અને તે ભવિષ્યમાં પૂર્ણ સુખી થાય ” એજ ધારણ સુભદ્રાના સુંદર હૃદયમાં હતી. તેણે કુંતીને માટે નવનવા મનોરથ ધારણ કરતી અને તે કેવી રીતે સફળ થાય ? તેના સંકલ્પ-વિકલ્પ કર્યા કરતી હતી.
એક વખતે સુભદ્રા પિતાની પુત્રી કુંતીને શોકાતુર જોઈ હૃદયમાં વિચાર કરવા લાગી કે, “કુંતી જે હમેશાં પ્રસન્નમુખા