________________
( ૯ )
જૈન મહાભારત
કરશેા, તે હું મારી શકિત પ્રમાણે તમારી ચિ ંતા દૂર
27
કરી શકીશ.
હે પ્રિયા ! તે વિદ્યાધરપતિનાં આવાં વચના સાંભળી મે મારા બધા વૃત્તાંત તેની આગળ નિવેદન કર્યા. તે સાંભળી તેણે આનંદપૂર્વક જણાવ્યું–“ મહારાજા ! મારી પાસે એક ચમત્કારી મુદ્રિકા છે, તે મને મારા વંશપરંપરાથી મળી છે. તે હું આપને આજે અણુ કરૂ છું. એ મુદ્રિકામાં એવા ચમત્ક્રરી ગુણુ છે કે, જો એ આંગળીમાં ધારણ કરી હોય તે તેનાથી ઇચ્છિત કાય ની સિદ્ધિ થાય છે. વળી આ દિવ્ય મુદ્રિકા ધારણ કરવાથી અદૃશ્ય થઈ જવાય છે, કાઇને વશ કરી દેવાય છે, લાગેલ ઘા રૂઝી જાય છે, ઝેર ઉતરી જાય છે, ઝેર ચડતું નથી, અને પુષ્પની પેઠે આકાશમાં ચાલ્યા જવાય છે. ઇત્યાદિ ઘણા ગુણા તેની અંદર રહેલા છે. વળી તેમાં એક બીજો એવા ગુણ છે કે, તમારી જે પુત્રસંતતિ થશે, તેઓ એક બીજા ઉપર અતિ પ્રીતિ રાખશે. ” આ પ્રમાણે કહી તે વિદ્યાધર પતિએ આગ્રહ કરીને તે ચમત્કારી મુદ્રિકા મને અર્પણ કરી અને તે પેાતાને સ્થાને ચાલ્યેા ગયા. હું પ્રિયા ! પછી એ મુદ્રિકા મે મારી અંગુલીમાં ધારણ કરી પછી તરત તેના પ્રભાવથી હું તારા રમણીય મહેલમાં દાખલ થયે છું. જો હું આ વખતે અહિં આવી પહોંચ્યા ન હતે તે તુ
આ મહેલના બગીચામાં ગળે ફાંસા ખાઇ જીવનના અંત લાવતે. પણ પૂર્વ કના પ્રભાવથી બધી સારી વાત બની ગઇ.”