SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ચંદ્રરાજ ચરિત્ર * ૨૩૯ નથી. જે પીડાય તે જ વેદના જાણે, બીજા મૂખંજન તે હાંસી જ કરે. મારી સાસુ મારા પતિનું સ્વપ્નમાં પણ ઈષ્ટ ઈચ્છતા નથી, એ શું તમે જાણતા નથી ? તમારા સિવાય મારું દુઃખ કોને જણાવું ?' આ પ્રમાણે ગુણાવલીના આકંદનાં વચન સાંભળીને મંત્રી તેને આશ્વાસન આપે છે કે, અહી તમારે ખેદ ન કર, છેવટે બધું સારું થશે. તે પછી મંત્રીનું વચન માન્ય કરતાં તે ગુણાવલી પોતાના જીવિત જેવા પાંજરામાં રહેલા તે કૂકડાને આપીને અશ્રુ સહિત નેત્રવાળી રુદન કરતી ચંદ્રરાજાને કહે છે: सामि दीणं मम चिच्या, विएस गंतुमिच्छसि । असमए मई जाया, अकम्हा हि कह तव ॥५६॥ दूरं गए तुमे नाह, कहं चिटठामि तुं विणा । कइकालं अणाहा ह, जीविस्सामि निराहारा ॥५७॥ હે સ્વામી! દીન એવી મને મૂકીને તમે વિદેશ જવા ઈચ્છે છે?. અકસ્માત અકાળે તમને કેમ બુદ્ધિ થઈ ?” પ૬. - “ હે નાથ ! તમે દૂર જશે તો તમારા વિના હું કઈ રીતે રહી શકીશ? અનાથ એવી હું આધાર વિના કેટલે કાળ જીવી શકીશ?” પ૭
SR No.023199
Book TitleChandra Raja Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Ranchoddas Baraiya
PublisherNemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1982
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy